ઈલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યાં છો? જુઓ આ વર્ષે વેંચાનાર ટોપ 5 મોડલ, શાનદાર રેન્જ સાથે મળશે ખાસ ફીચર્સ

Rudra
By Rudra 3 Min Read

ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ આ વર્ષે Tata Motors અને MG Motorની ગાડીઓએ બાજી મારી છે. ટોપ 5 બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક કારોની યાદીમાં માત્ર આ બે કંનીઓની ગાડીઓ જગ્યા બનાવી શકી છે. સૌથી ખાસ વાત એ છે કે, MG Windsor EVએ પહેલા જ વર્ષે નંબર 1ની પોઝિશન મેળવી લીધી છે. જ્યારે TATAની ત્રણ ગાડીઓ પણ ટોપ 5માં સામેલ રહી. આવો વિસ્તારથી જાણીએ.

MG Windsor EV બની નંબર 1

સપ્ટેમ્બર 2024માં લોન્ચ થયેલી MG Windsor EVએ છેલ્લા કેટલાટ મહિનામાં શાનદાર વેંચાણ નોંધાવ્યું છે. વર્ષમાં આ કારના 19,394 યૂનિટ્સનું વેચાણ થયું છે, તે સતત 9 મહિના સુધી બેસ્ટસેલર બની રહી. Battery-as-a-Service સ્કીમ અંતર્ગત તેની શરુઆત કિંમત 12 લાખ છે. આ કારમાં 52.9 kWhની બેટરી મળે છે, જે 445 કિમી સુધીની રેન્જ આપે છે. એટ્રેક્ટિવ ડિઝાઇન અને એડવાન્સ ફીચર્સના કારણે Windsor EVએ યુવા ગ્રાહકો અને ફેમેલી બંનેએ આકર્ષિત કર્યા અને Tata Nexon EVને પાછળ છોડી દીધી.

Punch EV બીજી સૌથી વધુ વેચાનાર ઇલેક્ટ્રિક કાર

Tata Punch EVએ 2025માં શાનાદર પ્રદર્શન કર્યું અને 17,966 યૂનિટ્સના વેચાણ સાથે બીજા નંબરે રહી. તેમાં 25 kWh અને 35 kWh બેટરી વિકલ્પ મળે છે. જે 421 કિમી સુધીની રેન્જ આપે છે. Punch EV ખાસ કરીને મિડલ ક્લાસ પરિવારો અને નવી EV ગ્રાહકો વચ્ચે પોપ્યુલર થઈ. તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને લાંબી રેન્જ શહેર અને નાની ટ્રિપ્સ બંને માટે શાનદાર વિકલ્પ બની રહે છે.

TATA Tiago EV ત્રીજા નંબરે રહી

Tata Tiago EV નાના શહેરો અને ટિયર 3 માર્કેટમાં ગ્રાહકોની પહેલી પસંદ બની રહી. તેમાં 17,145 યૂનિટ્સના વેચાણ સાથે ત્રીજા ક્રમે રહી છે. ઓગસ્ટ 2025માં જ 5,250 યૂનિટ્સ વેચાણ અને વર્ષના આધાર પર 11%ની વૃદ્ધી નોંધાવી. ઓછી કિંમત અને ઓછા મેન્ટેનન્સ કોસ્ટ તેને ભારતના નાના શહેરોમાં EV ગ્રાહકો માટે સૌથી શાનદાર વિકલ્પ બને છે.

Tata Nexon EV ચોથા નંબરે રહી

એક સમયે ભારતની સૌથી વધુ વેચાનાર EV રહી Tata Nexon EV હવે ચૌથા નંબરે આવી ગઈ છે. આ વર્ષે 13,978 યૂનિટ્સનું વેચાણ થયું. Tata Nexon EVમાં 30kwh અને 40.5 kwh બેટરી ઓપ્સન મળે છે અને તે 465 કિમી સુધીની મેક્સ રેન્જ આપે છે. દમદાર ફીચર્સ અને લાંબી રેન્જ છતા MG Windsor EVની એન્ટ્રીએ તેની પોઝિશનને નબળી બનાવી દીધી.

MG Comet EV 5માં નંબરે રહી

MG Comet EV એ કોમ્પેક્ટ ડિઝાઇન અને સરળ સિટી કમ્યૂટના કારણે 10,149 યૂનિટ્સનું વેચાણ કર્યું અને ટોપ 5માં જગ્યા બનાવી. આ EV 230 કિમી રેન્જ આપે છે. ઓગસ્ટ 2025માં તેના 1,113 યૂનિટ્સ વેચાણ અને તેમાં 18 ટકા મહિને દર મહિને વૃદ્ધિ નોંધાઈ.

 

Share This Article