મુંબઈ : વિયેતજેટ એવિયેશન જોઈન્ટ સ્ટોક કંપની (HOSE: VJC) વર્ષોનાં વહાણાં વીતવા સાથે મજબૂત વૃદ્ધિ દર્શાવતા 2023ના તેનાં ઓડિટેડ નાણાકીય નિવેદનો જારી કર્યાં છે. ઓડિટેડ અલગ એર ટ્રાન્સપોર્ટ મહેસૂલ અને કોન્સોલિડેટેડ રેવેન્યુ અનુક્રમે VND53.7 ટ્રિલિયન (આશરે US$2.16 અબજ) અને VND58.3 ટ્રિલિયન (આશરે US$2.35 અબજ) નોંધાઈ હતી, જે આપેલા ઓર્ડરમાં વર્ષ દર વર્ષ 62 ટકા અને 45 ટકા વધારો દર્શાવે છે. નોંધનીય રીતે કંપનીએ પ્રી–ટેક્સ એર ટ્રાન્સપોર્ટ નફો અને કોન્સોલિડેટેડ નફોનું ટર્નઓવર અનુક્રમે VND471 અબજ (આશરે US$18.98 મિલિયન) અને VND606 અબજ (આશરે US$24.42 મિલિયન) નોંધાવ્યું છે.
એન્સિલરી અને કાર્ગો મહેસૂલ લગભગ VND21 ટ્રિલિયન (આશરે US$846.6 મિલિયન) નોંધાઈ હતી, જે સંકલિત નાણાકીય નિવેદનો કરતાં ઉચ્ચ છે અને વર્ષ દર વર્ષ 60 ટકાથી વધુ વધારો છે. તે કુલ એર ટ્રાન્સપોર્ટ મહેસૂલના 39 ટકા થવા જાય છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ વિયેતજેટની કુલ અસ્કયામતો એકત્રિત VND86.9 ટ્રિલિયન (આશરે US$3.5 અબજ)થી વધુ હતી. કંપનીનો ડેબ્ટ–ટુ–ઈક્વિટી રેશિયો 2 હતો, જે 3 અને 5 વચ્ચે લાક્ષણિક વૈશ્વિક શ્રેણીથી બહુ નીચે હતો. વિયેતજેટનો લિક્વિડિટી રેશિયો 1.3 રહ્યો હતો, જે ઉડ્ડયન ઉદ્યોગની સારી શ્રેણીમાં હતો. 31 ડિસેમ્બર, 2023ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ બેલેન્સ VND5.051 ટ્રિલિયન (આશરે US$203.62 મિલિયન) નોંધાઈ હતી, જેણે એરલાઈનની નાણાકીય ક્ષમતાની ખાતરી રાખી હતી. એરલાઈન નાણાં મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા અનુસાર ઉત્તમ ક્રેડિટ રેટિંગ્સમાં સ્થાન ધરાવતી હતી. તેને વિયેતનામી કોર્પોરેશનોમાં સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ (VnBBB-) પ્રાપ્ત થયું છે. 2023માં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ તકો અને ફીમાં વિયેતજેટે આશરે VND5.2 ટ્રિલિયન (આશરે US$209.63 મિલિયન) નોંધાવ્યા હતા.
ઉત્તમ આંતરરાષ્ટ્રીય વિસ્તરણ
આંતરરાષ્ટ્રીય રુટ્સ વિસ્તારવા પર સતત પ્રયાસ સાથે ડોમેસ્ટિક નેટવર્ક જાળવવા અને વધારવા ભાર આપતાં વિયેતજેટે 2023માં 25.3 મિલિયન પ્રવાસી સાથે 1,33,000 ફ્લાઈટોનું ઉડાણ કર્યું હતું, જે વર્ષ દર વર્ષ 183 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જેમાંથી 7.6 મિલિયનથી વધુ પ્રવાસીઓએ આંતરરાષ્ટ્રીય ઉડાણ કર્યું હતું. વિયેતજેટે 33 નવા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રુટ્સ લોન્ચ કર્યા હતા, જે સાથે 80 આંતરરાષ્ટ્રીય અને 45 ડોમેસ્ટિક રુટ્સ સહિત રુટ્સની સંખ્યા 125 થઈ હતી. નોંધપાત્ર રુટ્સમાં હો ચી મિન્હ સિટી– શાંઘાઈ, હો ચી મિન્હ સિટી– વિયેનતાઈન, હનોઈ– સિયેમ રીપ, હનોઈ– હોંગ કોંગ, ફુ ક્યોક– તાઈપેઈ, ફુ ક્વોક– અને હો ચી મિન્હ સિટી / હનોઈ- જકાર્તા વગેરેનો સમાવેશ થાય છે.
વિયેતજેટ ભારત અને ઓસ્ટ્રેલિયાને વિયેતનામ સાથે જોડતી ફ્લાઈટની સૌથી વિશાળ ઓપરેટર પણ છે, જેથી ઉચ્ચ સંભાવનાના આ બે દેશો સાથે વેપાર અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં મદદ થાય છે. 2024ના આરંભથી એરલાઈને હનોઈ અને સિડની વચ્ચે ડાયરેક્ટ રુટ ખોલ્યા છે, જેથી વિયેતનામ- ઓસ્ટ્રેલિયાના રુટ્સની સંખ્યા સાત થઈ છે. ભારતમાં પણ તેનું નેટવર્ક વિસ્તાર્યું છે, જ્યાં હાલમાં તે મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ અને કોચી સહિત 4 મુખ્ય શહેરમાં સપ્તાહ દીઠ 28 રાઉન્ડ- ટ્રિપ ફ્લાઈટ્સ ચલાવે છે. હનોઈથી હિરોશિમા (જાપાન) અને હો ચી મિન્હ સિટીથી ચેંગડુ (ચીન) સુધી ફ્લાઈટ પણ શરૂ કરી છે, જેથી દ્વિપક્ષી વેપાર અને પર્યટનસંબંધો મજબૂત બનાવવાની તક મળી છે. ઘરઆંગણે વિયેતજેટે પ્રવાસીઓને ડિયેન બિયેન ફુના ઐતિહાસિક સ્થળો ખાતે લઈ જવા માટે હનોઈ- ડિયેન બિયેનનો નવો રુટ પણ લીધો છે.
એરલાઈનનો સરેરાશ લોડ પરિબળ દર 87 ટકાએ પહોંચ્યો છે અને ટેક્નિકલ વિશ્વસનીયતા દર 99.72 ટકાએ પહોંચ્યો છે.
સુરક્ષિત, આધુનિક, પર્યાવરણ અનુકૂળ ફ્લીટનો વિકાસ
એરલાઈનનું લાંબા ગાળાનું વ્યૂહાત્મક લક્ષ્ય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ઈએસજી) ચાલુ રહેશે, જે એરલાઈન્સની સફળતા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે એરક્રાફ્ટની નવી અને આધુનિક ફ્લીટ સાથે સંસાધનો મહત્તમ બનાવવા, ઈંધણ બચાવવા અને કાર્બનડાયોક્સાઈડ ઉત્સર્જન ઓછું કરવા મદદ કરી રહી છે. સંચાલન માગણીઓને પહોંચી વળવા માટે વિયેતજેટે આધુનિક, સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ ફ્લીટમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ વિયેતજેટની ફ્લીટમાં 105 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે, જેમાં વાઈડ- બોડી એ330નો સમાવેશ થાય છે. 10 વર્ષ પૂર્વે 2023 સુધી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રવાસ પર આગળ વધતાં વિયેતજેટની ફ્લીટ નોંધપાત્ર રીતે વધીને સંસાધનો મહત્તમ બનાવીને કંપનીની સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોઈ ઈંધણના 15-20 ટકા સુધી બચત કરી છે અને ખાસ કરીને ગ્રીન ટેકનોલોજીઓ પર પર્યાવરણીય રક્ષણ, સક્ષમતા વિકાસ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સુરક્ષાને સૌથી અગ્રક્રમ આપતાં એરલાઈને અને કોન્ફરન્સો, તાલીમ અભ્યાસક્રમો અને સુરક્ષા તથા સલામતી પર સિમ્યુલેશન્સ ગયા વર્ષે યોજ્યાં હતાં, જેમ કે, ફ્લાઈટના સંચાલન માટે સલામતી અને સંપૂર્ણ સુરક્ષાની પૂર્વસક્રિય રીતે ખાતરી રાખવા માટે ક્વોલિટી એન્ડ સેફ્ટી કોન્ફરન્સ, આઈએસએજીઓ (ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર ગ્રાઉન્ડ ઓપરેશન્સ) સેફ્ટી ટ્રેનિંગ અને ઈમરજન્સી રિસ્પોન્સ સિમ્યુલેશન્સનું આયોજન કરવા સુરક્ષાને સૌથી અગ્રતા આપે છે. વિયેતજેટે એરલાઈનરેટિંગ્સ દ્વારા દુનિયામાં સૌથી સુરક્ષિત ઓછા ખર્ચની એરલાઈન્સમાંથી એક તરીકે ફરી સન્માન પ્રાપ્ત કર્યું છે.