મુંબઈ : વર્ષ ૨૦૧૮ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે રમતગમતના ક્ષેત્રે અનેક મોટી ઘટનાઓ રહી હતી. એકબાજુ ફુટબોલમાં જર્મનીના પ્રભુત્વનો અંત આવ્યો હતો અને ફ્રાંસ વર્લ્ડકપ જીતી જવામાં સફળ રહ્યું હતું જ્યારે ફુટબોલમાં મેસ્સી અને રોનાલ્ડો જેવા દિગ્ગજોને પાછળ છોડીને મોડ્રિકે શ્રેષ્ઠ ફુટબોલરનો એવોર્ડ જીતી લીધો હતો. બીજી બાજુ ભારત તરફથી બેડમિંટનમાં પીવી સિંધૂ સનસની તરીકે ઉભરીને બહાર આવી હતી. જ્યારે કુશ્તીમાં વિનેશ ફોગાટ છવાયેલી રહી હતી. મેરી કોમે પણ બોક્સિંગમાં છઠ્ઠી વખત તાજ જીત્યો હતો. રમત-ગમત ક્ષેત્રે વર્ષ ૨૦૧૮માં રહેલી ઘટનાઓ નીચે મુજબ છે.
સિંધૂએ વર્લ્ડ ટૂરનો તાજ જીત્યો
ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધૂએ ૧૬મી ડિસેમ્બરના દિવસે વર્લ્ડ ટુર ફાઈન્સમાં જીત મેળવી હતી. જાપાનની નોઝોમી ઓકુહારાને હાર આપીને પીવી સંધૂએ ઇતિહાસ સર્જ્યો હતો. ચીનમાં વર્લ્ડ ટુર ફાઈનલ્સમાં સિંધૂએ જાપાની ખેલાડી ઉપર જીત મેળવીને પ્રથમ સિદ્ધિ મેળવી હતી. ૧૪મી કેરિયર ટ્રોફી જીતી હતી જ્યારે સિઝનની પ્રથમ ટ્રોફી જીતી હતી. ૨૩ વર્ષીય સિંધૂએ સેમિફાઇનલમાં થાઇલેન્ડની ઇન્તાનોનને ૨૧-૧૬, ૨૫-૨૩થી હાર આપી હતી અને બીજા વર્ષે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ગયા વર્ષે ફાઈનલમાં ઓકુહારા સામે જ તેની હાર થઇ હતી. દુનિયાની છઠ્ઠા નંબરની ખેલાડીએ ગયા વર્ષે ફાઈનલ રમ્યા બાદ આજે કબજા જમાવ્યો હતો. સિંધૂની રમત ખુબ જ શાનદાર રહી હતી. સિંધૂએ જાપાની ખેલાડીને કોઇ તક આપી ન હતી. સિંધૂએ સેમિફાઇનલમાં ૨૦૧૩ની વર્લ્ડ ચેમ્પિયન ઇન્તાનોનને હાર આપી હતી. ગ્રુપની પોતાની મેચોમાં નંબર એક ખેલાડી તાઈઝુને હાર આપી હતી. આ પહેલા સાત વખત તે ફાઈનલમાં અથવા તો આગામી દોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. તેને ફાઇનલમાં ઇન્ડિયા ઓપન, કોમનવેલ્થ ગેમ્સ, થાઈલેન્ડ ઓપન અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મેરી કોમે છઠ્ઠી વખત વિશ્વ બોક્સિંગનો તાજ જીત્યો
સુપર મોમ એમએસી મેરી કોમે ૨૪મી નવેમ્બરના દિવસે પોતાની યશકલગીમાં વધુ એક મોરપીચ્છું ઉમેરી લીધું હતું. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટ્રોફી સિક્સર લગાવીને મેરીકોમે ઈતિહાસ રચી દીધો છે. દિલ્હીના કેડી જાદવ હોલમાં યોજાયેલી ૪૮ કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરીકોમે યુક્રેનની હન્નાહ ઓકોતાને હાર આપી હતી. આની સાથે જ વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત મહિલા વિશ્વકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ બીજી વખત બન્યું છે જ્યારે મેરીકોમે ટ્રોફીને લઈને ફાઈનલ ફાઈટ સ્થાનિક ચાહકો વચ્ચે યોજાઈ હતી. આ અગાઉ ૨૦૦૬માં ભારતમાં જ રીંગમાં ઉતરી હતી. અહીં મેરીકોમે લાઈટ ફ્લાઈવેટ ૪૮ કિલોગ્રામમાં રોમાનિયાની સ્ટેલિકા દુતાને હાર આપીને પાંચમી વખત તાજ જીત્યો હતો. આ જીતની સાથે જ ૩૫ વર્ષીય
સ્ટાર ભારતીય બોક્સર આયર્લેન્ડની કેટી ટેલરને પાછળ છોડીને સૌથી વધુ છ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર ખેલાડી બની ગઈ હતી અને પ્રથમ બોક્સર બનવાની સિદ્ધી મેળવી હતી. આ અગાઉ મેરીકોમ અને ટેલરે પાંચ પાંચ વખત ટ્રોફી જીતી હતી. એટલું જ નહીં વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં છ વખત વર્લ્ડ રેકોર્ડ સાથે જીત મેળવનારી મેરીકોમે ઉલ્લેખનિય દેખાવ કર્યો હતો. છ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેરીકોમ પહેલા પુરૂષ બોક્સરમાં ક્યુબાના ફેલીક્સ સેવોન છે.
કુશ્તીમાં વિનેશ ફોગાટે ઇતિહાસ સર્જ્યો
ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા અને પાલેમબાંગમાં એશિયન ગેમ્સમાં વિનેસ ફોગાટે ઇતિહાસ રચીને ૫૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા બની હતી. વિનેશે જાપાનની ઇરીયુકી ઉપર ૬-૨થી જીત મેળવી હતી. આની સાથે જ ભારતે વે બે ગોલ્ડ પણ પોતાના નામે કરી દીધા હતા. ૨૦મી ઓગસ્ટના દિવસે ભારતની વિનેશ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે તેમના પગમાં દુખાવો હતો છતાં પોતાની તમામ બાઉટ જીતવામાં તે સફળ રહી હતી. વિરોધી રેસલરને કોઇ તક આપી ન હતી. ફાઈનલમાં પહોંચતા પહેલા વિનેશે સેમિફાઇલમાં કોરિયાની રેસલર કિમને હાર આપી હતી. ફોગાટે આ વર્ષમાં એક પછી એક સિદ્ધિઓ મેળવી હતી. ગોલ્ડકોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ, કિર્ગીસ્તાનમાં એશિયન ચેમ્પિયનશીપ અને જાકાર્તામાં એશિયન રમતોત્સવમાં ફોગાટે શાનદાર દેખાવ કર્યો હતો. એશિયન ખેલોમાં સુવર્ણ જીતનાર તે પ્રથમ ખેલાડી બની હતી.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરરે તાજ જીત્યો
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્વિસ ખેલાડી રોજર ફેડરરે વધુ એક ઇતિહાસ સર્જ્યો હતો. ૩૬ વર્ષીય રોજર ફેડરરે ૨૦મી ગ્રાન્ડસ્લેમ જીતી લીધી હતી. ફાઈનલ મેચમાં છઠ્ઠા ક્રમાંકિત મારેન સિલિક ઉપર સીધા સેટોમાં ૬-૨, ૬-૩, ૬-૧થી જીત મેળવી હતી. આ વખતે ક્રોએશિયાના મારેન સિલિકે જારદાર રમત રમીને ટેનિસ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રથમ ક્રમાંકિત નડાલ ઉપર ૨૯ વર્ષીય સિલિકે જીત મેળવીને ખળભળાટ મચાવ્યો હતો. પરંતુ ૨૮મી જાન્યુઆરીના દિવસે તેનો ફ્લોપ શો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બે પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્લ્ડકપ ફુટબોલમાં ફ્રાંસનું પ્રભુત્વ
ફીફા વર્લ્ડ કપમાં જર્મીનાના પ્રભુત્વનો અંત આવ્યો હતો અને ફ્રાંસ નવા ચેમ્પિયન તરીકે ઉભર્યં હતું. રશિયામાં ફિફા વર્લ્ડકપનું આયોજન કરાયું હતું જેમાં ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયા ઉપર જીત મેળવી હતી.
ફાઈનલ મેચ ૧૫મી જુલાઈના દિવસે રમાઈ હતી. ફાઇનલમાં જીત મેળવ્યા બાદ સમગ્ર ફ્રાન્સમાં ઉજવણીનો દોર ચાલ્યો હતો. આ ઉજવણી હવે કેટલાક દિવસ સુધી જારી રહી હતી. લોકો જશ્નમાં ડુબી ગયા હતા. જ્યારે બીજી બાજુ ફેન્સ ક્રેઝી બની ગયા હતા. ક્રોએશિયા પર ફાઇનલ મેચમાં ૪-૨થી જીત મેળવ્યા બાદ ફ્રાન્સના ખેલાડી ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. ઉજવણી કરવા લાગીય ગયા હતા. એકબીજાને ગળે મળતા નજરે પડ્યા હતા. કેટલાક ખુશીથી રડી પડ્યા હતા. જે રીતે સ્કુલમાં પ્રથમ વખત વિદ્યાર્થીને કોઇ સફળતા મળે છે તે રીતે ઉજવણી કરવામાં આવી હતી. એકબાજુ મેદાન પર ફ્રાન્સના ચાહકો ઝુમી ઉઠ્યા હતા. જ્યારે બીજી બાજુ લાલ સફેદ જર્સીમાં નજરે પડેલા ક્રોએશિયાના ખેલાડી રડી પડ્યા હતા. ક્રોએશિયાના ચાહકો પણ નિરાશ દેખાયા હતા. જો કે વર્તમાન વર્લ્ડ કપમાં ક્રોએશિયા પાસેથી આવા દેખાવની અપેક્ષા કોઇએ રાખી ન હતી.
ફ્રાન્સની ટીમ બીજી વખત ફિફા વર્લ્ડ કપમાં વિજેતા બની છે. ગ્રીજમેને પેનલ્ટી મારફતે ગોલ કર્યો હતો. મારિયો મૈડજુકિચના આત્મઘાતી ગોલના કારણે ફ્રાન્સને શરૂઆતમાં લીડ મળી ગઇ હતી.
મેસ્સી અને રોનાલ્ડો પાછળ રહ્યા
ફુટબોલની દુનિયામાં સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી આ વખતે ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. આ ઉપરાંત રોનાલ્ડો પણ પાછળ રહી ગયો હતો. આર્જેન્ટીનાના સ્ટાર ખેલાડી મેસ્સી અને પોર્ટુગલના સ્ટાર ખેલાડી રોનાલ્ડોને પાછળ છોડીને આ વખતે ક્રોએશિયાના સ્ટાર ખેલાડી મોડ્રિકે શ્રેષ્ઠ ફુટબોલરનો એવોર્ડ જીત્યો હતો. ક્રોએશિયાના કેપ્ટને શ્રેષ્ઠ ફુટબોલરનો તાજ જીતીને તમામને ચોંકાવી દીધા હતા. ફુટબોલ વર્લ્ડકપમાં પણ મેસ્સીનો ફ્લોપ શો ફરી એકવાર રહ્યો હતો જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી આ બંને ખેલાડીઓનો દેખાવ દિનપ્રતિદિન નબળો થયો છે. મેસ્સીએ કબૂલાત કરી છે તે શ્રેષ્ઠ ફુટબોલરની દોડમાં ન હતો.
લુકા મોડ્રિક શ્રેષ્ઠ ફુટબોલર જાહેર
ક્રોએશિયા અને રિયલ મેડ્રિડના સ્ટાર ખેલાડી લુકા મોડરિચે આ વખતે રોનાલ્ડો અને મેસ્સીને પાછળ છોડીને ફિફાના વર્ષ ૨૦૧૮ના સર્વશ્રેષ્ઠ ફુલબોલર તરીકેનો એવોર્ડ જીતી લીધો હતો. છેલ્લા ૧૦ વર્ષથી આ એવોર્ડ પર રોનાલ્ડો અને મેસ્સીનો કબજા હતો પરંતુ આ વખતે રોનાલ્ડો બીજા અને ફ્રાંસ અને એન્ટેન્ટીકો મેડ્રિડના સ્ટ્રાઇકર ગ્રીસમેન ત્રીજા સ્થાન પર હતા. પેરિસ સેન્ટ જર્મનના યુવા ફોરવર્ડ ખેલાડી એમ્બાપે ચોથા સ્થાને અને મેસ્સી પાંચમાં સ્થાને રહ્યો હતો. ફ્રાંસના જ રાફેલ વરાને સાતમાં સ્થાને જ્યારે લિવરપુલના સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહ છઠ્ઠા સ્થાન પર રહ્યો હતો. મોડરિચે જીત બાદ કહ્યું હતું કે, બાળપણથી જ અમારા તમામના સપના રહે છે. તેનું સપનું પણ મોટી ક્લબ માટે રમવાનું અને મોટા ટુર્નામેન્ટો જીતવાનું રહ્યું હતું. આ ટ્રોફી તેના માટે સપનાથી પણ વધારે છે. આને જીતીને તે ગર્વની લાગણી અનુભવ કરી રહ્યો છે. ફ્રેંચ ઓપનમાં હાલેપ ચેમ્પિયન બની
પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી
ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલ પ્રમમ ક્રમાંકિત ખેલાડી હાલેપે સ્ટિફન ઉપર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૬-૩, ૬-૪, ૬-૧થી જીતી લીધી હતી. આ મેચમાં હાપેલે ૧૮ વિનર્સ શોર્ટ ફટકાર્યા હતા. આખરે ગ્રાન્ડસ્લેમ જીતવાનું તેનું સ્વપ્ન પૂર્ણ થયું હતું. સ્લોવાન સ્ટેફન્સે પણ શરૂઆતમાં જારદાર રમત રમી હતી અને પ્રથમ સેટ જીતી લીધો હતો પરંતુ ત્યારબાદ સિમોનાએ કોઇ તક આપી ન હતી. આ મેચ જોવા માટે સિમોના હાલેપના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત થયા હતા. હાલેપને આ ટ્રોફી સ્પેનિસ સ્ટાર આરાક્સા સાંચે વિકારિયોએ આપી હતી. આરાક્સા સાંચેજ વિકારિયોએ પણ રોલેન્ડ ગેરોસ ખાતે ત્રણ વખત ટ્રોફી જીતી હતી. રોમાનિયાની આ ખેલાડીએ કહ્યું હતું કે, તેના માટે આ ખુબ જ ગૌરવશાળી પળ રહી છે. તે ઘણા વર્ષોથી ગ્રાન્ડસ્લેમ જીતવાના સ્વપ્ન સાથે રમી રહી હતી.
ફ્રેન્ચ ઓપનમાં નડાલનું સામ્રજ્ય
આ વખતે પુરૂષોના વર્ગમાં સ્પેનના રાફેલ નડાલને સિગલ્સમાં તાજ જીત્યો હતો. જ્યારે મહિલાઓના વર્ગમાં રોમાનિયાની સિમોના હાલેપે તાજ જીત્યો હતો. નડાલે ફરી એકવાર સાબિતી આપી હતી કે તે ક્લે કોર્ટના બાદશાહ તરીકે છે. તેનો ક્લે કોર્ટ પર કોઇ જવાબ નથી. ફાઇનલ મેચમાં રાફેલ નડાલે સીધા સેટામાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ પર ૬-૪, ૬-૩ અને ૬-૨થી જીત મેળવી હતી. તે ૧૧મી વખત વિજેતા બની ગયો છે. નડાલ ગયા વર્ષે પણ વિજેતા બન્યો હતો. વર્ષ ૨૦૦૫માં તે પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો હતો. ૧૯ વર્ષની વયમાં તે સૌથી પહેલા અહીં ચેમ્પિયન બન્યો હતો. તે ૩૨ વર્ષની વયે પણ અહીં પ્રભુત્વ અકબંધ રહ્યુ છે. તે દુનિયામાં માત્ર બીજા એવો ખેલાડી બની ગયો છે જે કેરિયરમાં એક જ ગ્રાન્ડ સ્લેમ ૧૧ વખત જીતી ચુક્યો છે. આ મહિલા આ સિદ્ધી મહિલા સ્ટાર માર્ગારેટ કોર્ટે મેળવી હતી. તે ૧૯૭૪થી પૂર્વે ૧૧ વખત ચેમ્પિયન બની હતી.
વિમ્બલ્ડનમાં કાર્બરે તાજ જીત્યો
ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેÂમ્પયનશીપમાં મહિલાઓની સિંગલ્સ ફાઇનલમાં જર્મનીની કાર્બરે શÂક્તશાળી સેરેના વિલિયમ્સ ઉપર ફાઈનલમાં સીધા સેટોમાં જીત મેળવીને સિંગલ્સ ટ્રોફી જીતી લેવામાં સફળતા મેળવી હતી. સેરેના વિલિયમ્સની રમત ખુબ જ નબળી રહી હતી. ફાઈનલ મેચમાં કાર્બરે એક તરફી ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપનનો તાજ જીતનાર કાર્બરે વિમ્બલ્ડનમાં પણ હવે સફળતા મેળવી હતી. પ્રથમ વખત શાનદાર દેખાવ કરવામાં તે સફળ રહી છે. બીજી બાજુ સેરેના વિલિયમ્સને આ વખતે વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતવાની તક હતી પરંતુ તે આ તક ઝડપી શકી નથી. સૌથી મોટી વયે ટ્રોફી જીતવાની સેરેના વિલિયમ્સ પાસે તક હતી પરંતુ તેનું આ સ્વપ્ન રોળાઈ ગયું હતું. બીજી બાજુ પુરુષોના વર્ગમાં નોવાક જાકોવિકે લાંબા સમય બાદ જારદાર દેખાવ કરીને તેના નજીકના હરીફ સ્પેનના રાફેલ નડાલ ઉપર જીત મેળવી લીધી હતી.
ફુટબોલમાં સ્ટાર સુનિલ છેત્રી છવાયો
ભારતીય સ્ટાર ફુટબોલર સુનિલ છેત્રી માટે પણ વર્ષ ૨૦૧૮ અનેક ખુશી લઇને આવ્યું હતું. છેત્રીની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. છેત્રીને ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. સુનિલ છેત્રીના નેતૃત્વમાં ભારતીય ટીમ હવે આઈલેન્ડ સામે રમનાર છે. તેની કુશળતાની વિશ્વભરમાં નોંધ લેવામાં આવી છે. ભારતીય ફુટબોલ ટીમ પણ યોગ્ય ટ્રેક ઉપર આગળ વધી રહી છે અને એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. ફુટબોલમાં ભારતનું ભાવિ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.
હોકી ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયા વિજેતા
નેધરલેન્ડમાં યોજાયેલી હોકી ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયાએ વર્ચસ્વ જાળવી રાખીને ફરી એકવાર જીત મેળવી હતી. ફાઈનલમાં ભારતની હાર થઇ હતી. નેધરલેન્ડમાં આનુ આયોજન સફળરીતે કરાયું હતું.