આજના સમયમાં ફિલ્મો અને વેબસિરીઝોમાં બોલ્ડ સીન આપવા જાણે કે સામાન્ય વાત થઈ ગઈ છે. જોકે અમુક ફિલ્મો એવી પણ હોય છે જે બોલ્ડ સીન હોવા છતાં ફ્લોપ થઈ જતી હોય છે. પરંતુ જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થાય ત્યારે આ ફિલ્મો હિટ જતી હોય છે. અમે જે ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ તે પણ એવી જ એક ફિલ્મ છે. આ ફિલ્મને હાલ કરોડો વ્યૂઝ મળી ગયા છે અને દર્શકો હાલ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.
અમે જે બોલ્ડ ફિલ્મની વાત કરી રહ્યા છીએ. તે ફિલ્મનું નામ છે ભૌરી 2016માં રિલીઝ થઈ હતી. જોકે તે સમયે આ ફિલ્મ લોકોને ખાસ ન ગમી. પરંતુ હવે યુટ્યુબ પર આ ફિલ્મ સૌથી વધારે જોવાવાળી ફિલ્મ બની ગઈ છે અને તેને કરોડો વ્યૂઝ મળી રહ્યા છે. ભૌરી ફિલ્મ એક ગામ ઉપર બની છે. જેમાં 23 વર્ષની એક સુંદર યુવતી ભૌરી 45 વર્ષના બીમાર માણસ સાથે લગ્ન કરે છે. જોકે લગ્ન પછી તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે.
પતિ બીમાર હોવાને કારણે ગામના આગેવાનો અન્ય પુરુષો તેના પર નજર બગાડે છે. તેની સુંદરતા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. જેથી ભૌરીને મજબૂરીમાં સમાજમાં રહીને પુરુષોના ખરાબ વિચારોનો સામનો કરવો પડે છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે ફિલ્મને થિયેટરમાં વધારે દર્શકો ન મળ્યા. સાથે જ ફિલ્મમાં બોલ્ડ સીન્સને લઈને પણ વિવાદ ઉભો થયો હતો. ઘણી મહિલાઓ તો આ ફિલ્મ જોઈને અસહજ લાગણી અનુભવતી હતી. પરિણામ એ આવ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.
જોકે આ ફિલ્મને જ્યારે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી ત્યારે અહીંયા ફિલ્મને વધુમાં વધુ દર્શકોએ જોઈ. ફિલ્મના રિયાલિસ્ટિક કન્ટેન્ટ અને બોલ્ડ સીનોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું અને આ ફિલ્મ સૌથી વધારે દેખાવાવાળી ફિલ્મોમાં શામેલ થઈ ગઈ છે. ફિલ્મની સ્ટોરી ગામની સત્યતા ત્યાંની સમસ્યાઓ અને મહિલાઓની પરિસ્થિતિને ઉજાગર કરે છે. જોકે દર્શકોએ આ ફિલ્મને લઈને જુદી જુદી પ્રતિક્રિયા આપી છે. ઘણા દર્શકોએ આ ફિલ્મને સમાજનું કડવું સત્ય જણાવ્યું છે. તો ઘણા લોકોને આ ફિલ્મ પસંદ નથી પણ આવી. યુટ્યુબ પર આ ફિલ્મના વ્યૂઝ વધી રહ્યા છે. જોકે 18 વર્ષથી નીચેની ઉંમરના લોકોએ આ ફિલ્મને ન જોવી જોઈએ. કારણકે ફિલ્મમાં ભરપૂર પ્રમાણમાં બોલ્ડ સીન છે. ભૌરી એક એવી ફિલ્મ છે કે જે થિયેટરોમાં તો નથી ચાલી પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શકો આ ફિલ્મને ભરપૂર પ્રમાણમાં માણી રહ્યા છે.