નવી દિલ્હી : નોટબંધી બાદ બજારમાં લાવવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની નોટ હાલમાં ઘટી રહી છે. નોટની સંખ્યા સતત ઘટી રહી છે. આના માટેના અનેક કારણો રહેલા છે. ૨૦૦૦ રૂપિયાની નોટ બજારમાં લાવવામાં આવ્યા બાદ આની ચર્ચા રહી હતી. જેના પર ખુબ ચર્ચા પણ જામી હતી. લોકોએ ફરિયાદ કરી હતી કે ૨૦૦૦ રૂપિયાની નોટના છુટા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ૨૦૦૦ રૂપિયાની નોટ ખિસ્સામાં હોવાની સ્થિતીમાં તેને ઉપયોગ કરવામાં ખુબ તકલીફ પડી રહી હતી. હવે તમામ બાબતોની નોંધ લઇને સરકાર સતત આ મોટી નોટને ઓછી કરવા પર કામ કરી રહી છે.
છેલ્લા નાણાંકીય વર્ષમનાં ૨૦૦૦ રૂપિયાની નોટ બજારમાં ઓછી દેખાવવા લાગી ગઇ છે. જ્યારે ૫૦૦ રૂપિયાની નોટની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં ૨૦૦૦ રૂપિયાની નોટની સંખ્યા ૩૪૦ કરોડની ઘટીને હવે ૩૦૦ કરોડ પીસ થઇ ગઇ છે. બીજી બાજુ રૂપિયા ૫૦૦ની નોટની સંખ્યા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૯માં ૧૫૦૧ કરોડથથી વધીને હવે વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૧૫૧ કરોડ પીસ થઇગઇ છે. તમામ આંકડા સંકેત આપે છે કે ૨૦૦૦ રૂપિયાની નોટની સંખ્યા બજારમાં ઓછી થઇ રહી છે. ૫૦૦ રૂપિયાની નોટમાં કારોબાર વધારે થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં ૫૯૦ કરોડ પીસ ૫૦૦ રૂપિયાની નોટના હતા. જ્યારે વર્ષ ૨૦૧૮માં આ સંખ્યા ૧૫૦૧ કરોડ પીસ સુધી પહોંચી ગઇ હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો કુલ નોટની સંખ્યા વધારે રોકેટ ગતિથી વધી ગઇ છે. એકબાજુ ૨૦૦૦ રૂપિયાની સૌથી મોટી નોટની સંખ્યા ઓછી દેખાઇ રહી છે.
સરકાર હાલના વર્ષોમાં ૨૦૦૦ રૂપિયાની નોટ પ્રમાણમાં ઓછી છાપી રહી છે. જ્યારે ૫૦૦ રૂપિયાની નવી નોટનુ પ્રકાશન વધારે પ્રમાણમાં છે. તમામ બાબતો દર્શાવે છે કે આગામી દિવસોમાં લોકોને કારોબાર કરવા માટે ૫૦૦ રૂપિયાની નોટનો વધારે ઉપયોગ કરવાનો રહેશે. નોટબંધી કરવામાં આવ્યા બાદ જુની નોટને બંધ કરવામાં આવી હતી. એક હજાર અને ૫૦૦ રૂપિયાની જુની નોટ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે રૂપિયા ૧૦, રૂપિયા ૫૦, રૂપિયા ૨૦૦ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૨૦૦૦ની નવી નોટ ચલણમાં મુકી છે. આ તમામ નોટ નવા સુરક્ષા પાસા પણ ધરાવે છે. હાલમાં ૨૦૦૦ રૂપિયાની નોટની ચર્ચા વધારે રહી છે. વિરોધ પક્ષો દ્વારા પણ આ નોટને લઇને કેટલાક પ્રશ્નો ઉઠાવી ચુક્યા છે.