નવીદિલ્હી : ભારતીય હવાઈ દળ કારગિલ યુદ્ધમાં વિજયના ૨૦ વર્ષની પૂર્ણાહુતિને લઈને ઉજવણી કરી રહી છે. આજે વાયુસેનાએ ગ્વાલિયર એર ફોર્સ સ્ટેશનમાં ફરી એકવાર ૨૪મી જુન ૧૯૯૯ના દિવસે ટાઈગર હીલ પર પાકિસ્તાની ઘુસણખોરો પર કરવામાં આવેલા હુમલાના સીન ફરી રિક્રિએટ કર્યા હતા. એ વખતે ભારતે ઓપરેશન સફેદ સાગર મારફતે પાકિસ્તાનને તેના દુસાહસ બદલ બોધપાઠ ભણાવ્યો હતો.
આ સીનના રિક્રિએશન વેળા હવાઈ દળના વડા બીએસ ધનોઆ ઉપÂસ્થત રહ્યા હતા. એરફોર્સે પ્રથમ વખત લેઝર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કરીને પાકિસ્તાની સૈનિકો અને ત્રાસવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ઉચા શિખર પર હોવાના લીધે લીડ મેળવી હતી. પરંતુ અંતે ભારતે હવાઈ હુમલા કર્યા હતા અને પાકિસ્તાનની કમળ તોડી નાખી હતી. ૪-૫મી જુલાઈના દિવસે ટાઈગર હીલ પર કમજા જમાવ્યો હતો. ટાઈગર હીલ પર ભારતની લીડ ૨૪મી જુનના દિવસે થઈ હતી. તે વખતે બે મિરાઝ ૨૦૦૦ વિમાન મોકલવામાં આવ્યા હતા.