ખંભાતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૨ શ્રમિકોનું ગુંગળાય જવાથી મોત

Rudra
By Rudra 1 Min Read

આણંદ : ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડાની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા શ્રમિકોના મોત થયાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બંને શ્રમિકો કેમિકલયુક્ત ટાંકો સાફ કરવા ઉર્તયા હતા અને મળ્યું મોત. શ્રમિકોનું ગૂંગળામણના કારણે મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ખંભાતના સોખડા ખાતે ખાનગી કંપનીમાં ગમખ્વાર દુર્ઘટના બનવા પામી. સોખડા જીઆઇડીસમાં આવેલ એકતા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ૨ શ્રમિકોનો મોત નિપજયા. ૪ શ્રમિકો કેમિકલ યુક્ત ટાંકો સાફ કરવા અંદર ઉતર્યા હતા. પરંતુ કામગીરી કરતા શ્રમિકોને ગૂંગળામણ થવા લાગી. તમામ ૪ મજૂરોની તબિયત બગડતા તેમને ખંભાતની કાડિયા કેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં હોસ્પિટલના તબીબોએ ૨ શ્રમિકને મૃત જાહેર કર્યા. અને અન્ય બે શ્રમિકની હાલત વધુ ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં શીફટ કરવામાં આવ્યા છે.

Share This Article