રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા, સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત વચ્ચે અયોધ્યામાંથી ૨ શકમંદોની ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

UPATS સાથે ઇન્ટેલિજન્સ ટીમ બંને શકમંદોની પૂછપરછ કરી
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષાને લઈને પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેનેડામાં માર્યા ગયેલા સુખા ડંકે અને અર્શ દલા ગેંગના બે શકમંદોની અયોધ્યામાંથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એટીએસની ટીમે બંનેની અટકાયત કરી છે. તો UPATS સાથે ઇન્ટેલિજન્સ ટીમ બંને શકમંદોની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ, યુપી એટીએસની ટીમ ડંકે ગેંગ સાથે સંકળાયેલા સંદિગ્ધ ધરમવીર અને તેના સહયોગીની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અર્શ દલાને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો છે. આ ઘટના બાદ મંદિર પરિસર અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર વધુ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પહેલા પણ ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસે અલીગઢમાં ISIS મોડ્યુલ સંબંધિત કેસમાં કાર્યવાહી કરી હતી. યુપી એટીએસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર અધિકારીઓને કેટલાક લોકો વિશે માહિતી મળી હતી જેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આરોપીઓ ISISથી પ્રેરિત રાષ્ટ્રવિરોધી યોજનાઓ ઘડી રહ્યા હતા. અત્યાર સુધીમાં અબ્દુલ્લા અરસલાન, માઝ બિન તારિક અને વજીહુદ્દીન સહિત કુલ ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે યુપી એટીએસ દ્વારા વોન્ટેડ ફૈઝાન બખ્તિયાર પર ૨૫ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એટીએસ, તેના ગુપ્તચર નેટવર્ક અને સર્વેલન્સ ઓપરેશન્સ દ્વારા, અલીગઢમાં સફળતાપૂર્વક ફૈઝાનની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, ફૈઝાને તેના અગાઉ પકડાયેલા સાથીઓ સાથે પ્રયાગરાજના રહેવાસી રિઝવાન અશરફ પાસેથી ISIS માં શપથ લીધાનું કબૂલ્યું હતું.

TAGGED:
Share This Article