૬૦૦ કરોડની ફિલ્મ રજૂ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ :   જેની કરોડો ફિલ્મી ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે ટુ ફિલ્મ આવતીકાલે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ  ફિલ્મ ભારતમાં બનેલી હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આશરે ૬૦૦ કરોડના ખર્ચે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. મહાકાય ફિલ્મની રજૂઆતની સાથે સાથે નીચે મુજબ છે

  • રજનિકાંત અભિનિત ફિલ્મ ટુ આવતીકાલે ભારત સહિત સમગ્ર દુનિયામાં રજૂ કરવામાં આવનાર છે જેને લઇને પહેલાથ જ ઉત્સુકતા છે
  • ૬૦૦ કરોડના મહાકાય બજેટ સાથે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ ભારતની હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનો દાવો કરાઇ રહ્યો છે
  • ૧૪૭ મિનિટની ફિલ્મની રજૂઆતને લઇને છેલ્લા કેટલાક મહિનાથી ભારે સસ્પેન્સની Âસ્થતી હતી
  • ફિલ્મમાં રજનિકાંત ઉપરાંત અક્ષય કુમાર અને એમી જેક્સનની ભૂમિકા છે
  • ફિલ્મ રજૂ થાય તે પહેલા જ કેટલાક રેકોર્ડ  તોડી ચુકી છે
  • ફિલ્મ રજૂ થાય તે પહેલા તમામ સિનેમાહોલમાં એડવાન્સ બુકિંગ હાઉસફુલ છે
  • ફિલ્મનુ નિર્માણ કામ ઓગષ્ટ ૨૦૧૭માં પૂર્ણ કરી લેવામાં આવ્યુ હતુ
  • ડિસેમ્બર ૨૦૧૫માં એવીએમ સ્ટુડિયો ખાતે ફિલ્મને લઇને સૌથી પહેલા ફોટોગ્રાફીની શરૂઆત કરવામાં આવી હતી
  • વિલન તરીકે અક્ષય કુમારને ફાઇલ કરતા પહેલા આમીર ખાન અને આર્નોલ્ડ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી
  • વર્ષ ૨૦૧૦માં રોબોટ ફિલ્મને રેકોર્ડ સફળતા મળ્યા બાદ ફિલ્મની સિક્વલ બનાવવા માટેની વિચારણા કરવામાં આવી હતી

 

Share This Article