ભારત સરકાર ભારતીય કર પ્રણાલીમાં અભૂતપૂર્વ સુધારો એટેલે કે જીએસટીના અસ્તિતિવમાં આવવાના એક વર્ષ પૂર્ણ થવા પર આવતી કાલે ૧ જુલાઇ, ૨૦૧૮ના રોજ જીએસટી દિવસના રૂપમાં ઉજવણી કરશે. પહેલા વર્ષે સામે આવનારા વિભિન્ન પ્રકારના પડકારો તથા નીતિ નિર્માતાઓ તથા કર પ્રશાસકોની તેની સામે શ્રેષ્ઠ રીતે પાર પાડવા માટેની ઇચ્છા અને ક્ષમતા બન્ને રૂપથી ઉલ્લેખનીય રહી છે.
જીએસટીનું પ્રથમ વર્ષ વિશ્વ માટે ભારતીય કરદાતીઓના ભારતીય કર પ્રણાલીમાં આવેલા આ ઐતિહાસિક સુઘારામાં સહભાગી બનવાનું ઉદાહરણ રહ્યું છે. આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે ૧ જુલાઇને જીએસટી દિવસ તરીકે ઉજવવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ પ્રસંગે થનારા સમારંભની અધ્યક્ષતા કરશે, જ્યારે રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લા વિશેષ અતિથિ હશે.
જીએસટી લાગૂ થયા પહેલા ભારતીય કર પ્રણાલીમાં કેન્દ્રીય, રાજ્ય તથા સ્થાનીય ક્ષેત્રનું મિશ્રણ હતુ. જીએસટી માટે સંવિધાનમાં સંશોધન માટે જે કંઇ ચર્ચા થઇ, તેમાં એવા તમામ મુદ્દાઓ હતા જે માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે સમાધાન તથા સહમતિની જરૂરિયાત હતી. જેમ કે, સંવિધાનની ઘારા ૨૭૮એમાં જોગવાઇ છે, વસ્તુ તથા સેવા કર પરિષદ ૧૨ સપ્ટેબંર, ૨૦૧૬ના રોજ સૂચિત અને અસરકારક બની.
ચાર કાયદા – સીજીએસટી અધિનિયમ, યૂજીએસટી અધિનિયમ, આઈજીએસટી અધિનિયમ અને જીએસટી અધિનિયમને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો અને ૧૨ એપ્રિલ, ૨૦૧૭થી તેને સૂચિત કરી દેવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીર સિવાય તમામ રાજ્યો અને સંધ પ્રદેશોએ પોતાના સંબંધિત એસજીએસટી અધિનિયમોને પસાર કરી દીધા છે.
સરકારે જીએસટી પોર્ટલ પર તકનીકી ગરબડોની કારણે કરદાતાઓને થતી સમસ્યાઓને પાર પાડવા માટે આઇટી સમાધાન તંત્ર વિકસિત કર્યું છે.