અમદાવાદ: ૧૭ જાન્યુઆરીથી શરૂ થયેલી કામગીરી દરમિયાન અમદાવાદ એરપોર્ટના ૩૫૦૫ મીટર લાંબા રનવેના પ્રથમ લેયરની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી દેવાઈ છે. હાલ રનવેના કામ માટે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી એટલે કે ૯ કલાક માટે એરપોર્ટ બંધ રહે છે, જેના પગલે સાંજે ૬થી સવારે ૯ વાગ્યા સુધી એટલે કે ૧૫ કલાક દરમિયાન એરપોર્ટથી હાલ ૧૪૦ ફ્લાઈટનું સંચાલન થઈ રહ્યું છે. એરપોર્ટના ૩૫૦૫ મીટરના રનવેના રિસર્ફેસિંગ કામની સાથે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ લાઈટિંગની કામગીરી પણ વધુ સુદૃઢ કરાઈ રહી છે. આ કામગીરી માટે એરપોર્ટ પરિસરમાં ઉપલબ્ધ ભૂમિનો ઉપયોગ કરીને સિમેન્ટ સ્ટેબિલાઈઝેશન દ્વારા તેની મજબૂતાઈ વધારવાની સાથે ૨ લાખ મેટ્રિક ટન હોટ મિક્સ ડામર બિછાવીને રનવેના યુનિડાયરેક્શનલ ક્રોસ ફોલની બન્ને બાજુએ ઢાળ આપી રનવે તૈયાર કરવા હોટ મિક્સ ઓવરલેઈંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં બે હોટ મિક્સ ડામર પ્લાન્ટ, બેચ મિક્સ કોંક્રિટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યાં છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે રિકાર્પેટિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સાથે દરરોજ સરેરાશ ૨૦૦થી ૨૫૦ મીટર રનવેનું કામ કરવામાં આવી રહ્યું છે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more