VIDEO: 18 વર્ષની સાળી 55 વર્ષના બેનવીના પ્રેમમાં પડી, બિમાર બહેનની પણ ચિંતા ન કરી અને લગ્ન કરી લીધા

Rudra
By Rudra 2 Min Read

Jija Sali Love Story viral Video: ખરેખર પ્રેમને લઈને જે કહેવત છે કે, પ્રેમ આંધળો હોય છે તે ખરેખર સાચી સાબિત કરતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા એક કિસ્સો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અહીં એક સાળીને પોતાના 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમ એવો થયો કે તેણે ન તો પોતાની બહેન વિશે વિચાર્યું ન સમાજ વિશે. બંનેએ લગ્ન કરી લીધા. હવે બનેવી સાળીની જોડીનો એક ઇન્ટરવ્યૂ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામના mediamunchofficial પર શેર કરવામાં આવ્યો છે. જો કે સ્પષ્ટ નથી થયું કે આ કપલ ક્યાંના રહેવાસી છે. પણ વાત કરવાની રીત પરથી યૂપીના કોઈ ગામડાના રહેવાસી લાગી રહ્યા છે. વીડિયોમાં વૃદ્ધ જેવા દેખાતા બનેવી અને એક જવાન સાળી પોતાની લવ સ્ટોરી સૌની સામે રજૂ કરી રહ્યાં છે. બનેવીની ઉંમર લગભગ 55 વર્ષ હોવાનું કહેવાય છે, જ્યારે સાળી ખાલી 18 વર્ષની છે. સાળી ગુલાબી સાડીમાં છે જ્યારે બનેવીને સફેદ વાળ અને દાઢીમાં એકદમ શાંત અંદાજમાં ઊભેલા જોવા મળ્યા હતા.


વીડિયોમાં સાળી બિંદાસ કહે છે કે તેની દીદીની તબિયત થોડા દિવસથી ખરાબ છે. તેથી તે બહેનના ઘરે ખાવાનું બનાવવા જતી હતી. ધીમે ધીમે આવતા-જતાં બંને વચ્ચે વાતચીત થવા લાગી, પછી મુલાકાતો થવા લાગી અને જોતજોતામાં બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે પ્રેમ થઈ ગયો. પછી અમે વિચાર્યું કે હવે તો લગ્ન કરી જ લઈએ. બસ પછી શું કે બંનેએ લગ્ન કરી લીધા. એક અન્ય વીડિયોમાં સાળી કહે છે કે તમારી નજરમાં આ વૃદ્ધ હશે, પણ મારી નજરમાં તે ખૂબ જ સ્માર્ટ છે.

 

Share This Article