આણંદ : થોડા દિવસો પહેલા આણંદમાં બળાત્કારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આણંદના ઉમરથમાં એક છોકરી પર બળાત્કાર થયો હતો. આ ઘટનામાં, 21 વર્ષનો યુવક 18 વર્ષની છોકરીને એમ કહીને ઘરે લઈ ગયો કે તેની માતા તેને બોલાવી રહી છે. જે બાદ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો.
થોડા દિવસો પહેલા આણંદમાં બળાત્કારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આણંદના ઉમરેઠમાં એક છોકરી પર બળાત્કાર થયો હતો. આ ઘટનામાં, 21 વર્ષનો યુવક 18 વર્ષની છોકરીને એમ કહીને ઘરે લઈ ગયો કે તેની માતા તેને બોલાવી રહી છે. જે બાદ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો. હજી બંને વચ્ચે ત્રણ મહિના પહેલાં જ પરિચય થયો હતો. આ સમગ્ર ઘટના અંગે યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરેઠ પોલીસે ઉમરેઠથી જ આરોપી પાર્થ રાવલની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી અને યુવતી 3 મહિના પહેલા મળ્યા હતા. પછી છોકરીના વિશ્વાસનો લાભ લઈને યુવકે બળાત્કારનો ગુનો કર્યો. આ ઘટનાને લઈને નાગરિકોમાં રોષ છે. રાજ્યમાં વારંવાર બનતી બળાત્કારની ઘટનાઓને કારણે લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. લોકોએ એવી પણ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આવું ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ.