ભારતીય રેલવેએ સબસિડી છોડવાના વિકલ્પ અપનાવનાર વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં ૩૫ ટકાની વધારો નોંધાવી છે. વરિષ્ઠ નાગરિકો માટે પ્રવાસી ભાડામાં ૧૦૦ ટકા સુધીની રાહત છોડવાના વિકલ્પ પહેલાથી જ ઉપલબ્ધ હતો. આટલું જ નહિં, ૨૨ જુલાઇ, ૨૦૧૭થી વરિષ્ઠ નાગરિકોને આ વિકલ્પ આપવામાં આવ્યો હતો કે તેઓ રેલ ટિકિટો પર ઉપલબ્ધ પૂર્ણ રાહત અથવા તેના અડધો લાભ ઉઠાવે.
૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી ૯.૦૮ લાખ વરિષ્ઠ નાગરિકોએ પ્રવાસી ભાડા પર સો ટકા સબસિડી છોડી દીધી, જ્યારે ૮.૫૫ લાખ વરિષ્ઠ નાગરિકોએ પ્રવાસી ભાડા પર ૫૦ ટકા સબસિડી છોડી હતી. ચાલૂ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન વરિષ્ઠ નાગરિકો દ્વારા સબસિડી છોડવાના કારણે ૨૮.૯૮ કરોડ રૂપિયાના બચત થઇ છે.
વર્તમાન સમયમાં પુરૂષ વરિષ્ઠ નાગરિકોને કુલ પ્રવાસી ભાડા પર ૪૦ ટકા રાહત અને મહિલા વરિષ્ઠ નાગરિકોને કૂલ પ્રવાસી ભાડા પર ૫૦ ટકા રાહત મળે છે. જો કે, પ્રવાસી ભાડા પર રાહત મેળવનારાઓમાં ખેલાડીઓ અને દિવ્યાંગો સહિત પ્રવાસીઓની ઘણી શ્રેણીઓનો સમાવેશ થાય છે, પરંતુ આ દ્રષ્ટિથી મુખ્ય લાભાર્થી વરિષ્ઠ નાગરિકોના સંવર્ગમાં જ છે.