અમદાવાદ : આકાશ ઈન્સ્ટિટ્યૂટના ૧૬ વિદ્યાર્થીઓએ આ વર્ષે જેઈઈ મેઈન ૨૦૧૯માં ટોપ ૧૦૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે, જેમાંથી ૪ તેના ક્લાસરૂમ પ્રોગ્રામમાંથી છે. વધારામાં, આકાશના બે વિદ્યાર્થીઓએ તેમના રાજ્યોમાં પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જેઈઈ મેઈનમાં હરિયાણામાં ટોપર દ્રવ્ય મારવાહ ઓલઈન્ડિયા રેન્કમાં ૧૬મા ક્રમે છે જ્યારે આકાશનો વિદ્યાર્થી પ્રતિક ચૌધરી ઓલ ઈન્ડિયા રેન્કમાં ૨૬મા ક્રમ સાથે ઓડિશામાં ટોપર બન્યો છે.
આકાશના ચાર વિદ્યાર્થીઓએ જેઈઈ મેઈન ૨૦૧૯માં ૧૦૦ પર્સેન્ટાઈલ એન ટીએ સ્કોર મેળવ્યો છે. ઉપરાંત તેના ૧૪ વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)માં ૧૦૦ પર્સેન્ટાઈલ એનટીએ સ્કોર, ૬એ રસાયણશાસ્ત્ર (કેમેસ્ટ્રી)માં ૧૦૦ પર્સેન્ટાઈલ એનટીએ સ્કોર અને ૨૨એ ગણિત (મેથ્સ)માં ૧૦૦ પર્સેન્ટાઈલ એનટીએ સ્કોર મેળવ્યા છે.
આકાશ ઈન્સ્ટિટ્યૂટમાંથી કુલ ૭,૨૭૦ વિદ્યાર્થીઓએ આ વર્ષે જેઈઈ મેઈન પરીક્ષા પાસ કરી છે, જેમાં ૬,૬૯૩ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાંથી છે અને ૫૭૭ વિદ્યાર્થીઓ ડિજિટલ + ડિસ્ટન્સમાંથી છે. જેઈઈ મેઈન પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હોવાથી ઈન્સ્ટિટ્યૂટ માટે આ નોંધપાત્ર સિદ્ધી છે.
આ સપ્તાહના પ્રારંભમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા અસરકારક પરીણામો અંગે ટીપ્પણી કરતાં આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ) ના સીઈઓ અને પૂર્ણ સમયના ડિરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું કે, ‘પરીક્ષામાં સારો દેખાવ કરનારા અમારા બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન. આ સિદ્ધી માટેનું શ્રેય સખત મહેનત કરનારા અમારા વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીને જાય છે, જેમણે આકાશમાં પરીક્ષાની ગુણવત્તાપૂર્ણ તૈયારી કરાવી છે. અમને ખાતરી છે કે જેઈઈ (મેઈન)માં સારા માર્ક્સ મેળવ્યા પછી અમારા વિદ્યાર્થીઓ જેઈઈ (એડવાન્સ)માં સફળતા માટેની તૈયારી કરવા તૈયાર છે. હું તે બધાને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.’