GST વિભાગે રાજકોટમાં ૧૫૦૦ કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ બોગસ બિલીંગ કાંડ રાજકોટ ડિવીઝનમાંથી પકડી પાડવામાં આવ્યુ છે. ૧૦ લાખથી માંડીને ૩ કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ ૧૬૦૦ જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં ૫૦ જેટલી બોગસ પેઢીઓ મળી આવી છે.GST વિભાગની તપાસમાં સામે આવ્યુ છે કે કેટલાક વેપારીઓ દ્વારા બોગસ પેઢીઓ ઊભી કરીને બોગસ બિલિંગ કરવામાં આવતુ હતુ. એક રીતે જોઇએ તો સરકારી તીજોરી પર ચુનો લગાવવાનું કામ કરવામાં આવતુ હતુ તેવુ પણ કહી શકાય.
પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ૧૦ લાખ રુપિયાથી લઇને ૩ કરોડ રુપિયા સુધીના બોગસ બિલ બનાવવામાં આવતા હતા. આ આખા કૌભાંડમાં કુલ ૧૬૦૦ જેટલા વેપારીઓ સંડોવાયેલા હોવાની માહિતી મળી રહી છે.માહિતીના આધારે GST વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. એવુ પણ સામે આવ્યુ છે કે ૫૦ જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર મામલાને લઇને GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તબક્કાવાર આ તમામ વેપારીઓને નોટિસ આપીને તેમના જે આધાર પુરાવા છે તેની ખરાઇ કરવામાં આવશે અને જો કસુરવાર જણાશે તો ઊંચો દંડ ફટકારવામાં આવી શકે છે. વેપારીઓએ ખોટી રીતે બિલીંગ કરીને કૌંભાડ આચર્યાની ચોંકાવનારી હકિકતો સામે આવી હતી.
GST વિભાગ દ્વારા આવા બેનિફીશયરોના એકાઉન્ટ,પેઢીનું સ્થળ અને હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ ગેરરિતી પકડાય હતી.એટલું જ નહિ ૫૦ જેટલી પેઢીઓમાં સ્થળ તપાસ કરતા બોગસ સામે આવતા જીએસટી વિભાગ દ્રારા કાર્યવાહી કરાઇ હતી,આ તમામ વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા એક મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને એક મહિનામાં રકમ જમા કરવામાં નહિ આવે તો જીએસટી નંબર રદ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.