સુરેન્દ્રનગર : 15 વર્ષની સગીરા પર દુષ્કર્મથી ચકચાર મચી છે. જેમાં મુળીના ખાખરાળા ગામની સગીરા સાથે દુષ્કર્મથી ઘટના સામે આવી છે. આ બનાવમાં એક શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને બે માસનો ગર્ભ રહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તપાસમાં કુસદીપ સોલંકી નામનો શખ્સ છેલ્લા બે વર્ષથી દુષ્કર્મ આચરતો હોવાનું બહાર આવ્યું છે.
15 વર્ષની સગીરાને પીડા ઉપડતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહી આરોપી કુલદીપ સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હોવાની ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે. આ અંગે સગીરાના પરિવારજનોએ મુળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેને આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી કુલદીપ સોલંકી બાવળા તાલુકામાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.