૧૫ કરોડને ઘુટણની બિમારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દર સાત મિનિટમાં એક ઘુટણ  ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. હજુ સુધી એક લાખથી વધારે લોકો ઘુટણ ટ્રાન્સપ્લાન્ટ કરી ચુકેલા લોકપ્રિય આર્થોપેડિક્સ સર્જને કહ્યુ છે કે આ સમય સમગ્ર  દેશમાં મહામારીની જેમ ઘુટણની બિમારી વધી રહી છે. દરેક બીજી અથવા તો ત્રીજી વ્યક્તિ ઘુટણની તકલીફથી ગ્રસ્ત છે. પરંતુ સરકારની પાસે કેન્સર અથવા તો અન્ય બિમારીની જેમ ઘુટણ ટ્રાન્સપ્લાન્ટના આંકડા સત્તાવાર રીતે નોંધવામાં આવતા નથી જેથી તેના વાસ્તવિક આંકડા અંગે અંદાજ મળી શકતો નથી. કેટલાક અન્ય નિષ્ણાંતો પણ કહે છે કે ૧૫ કરોડથી વધારે લોકો ઘુટણની બિમારીથી ગ્રસ્ત છે.

તબીબોના કહેવા મુજબ જે ૧૫ કરોડ લોકો ઘુટણની બિમારીથી ગ્રસ્ત છે તે પૈકી ચાર કરોડ લોકોને ઘુંટણ પ્રત્યારોપણની જરૂર દેખાઇ રહી છે. તબીબોનુ કહેવુ છે કે જે રીતે આ બિમારી રોકેટ ગતિથી વધી રહી છે તે જાતા આંકડો સતત વધી રહ્યો છે. આવનાર કેટલાક વર્ષોમાં આર્થરાઇટિસ લોકોને શારરિક રીતે અક્ષમ બનાવવા માટે ચોથા સૌથી મોટા કારણ તરીકે છે. તબીબોના કહેવા મુજબ સુરક્ષામાં લાગેલા લોકો ખાસ કરીને જવાનો મોટી વયમાં ઘુંટણની સમસ્યાથી સૌથી વધારે ગ્રસ્ત રહે છે.

દિવસ ભર ઉભા રહીને નોકરી કરનાર જવાનોમાં આ સમસ્યા વધારે જાવા મળે છે. ભારતીય લોકો આનુવાંશિક રીતે ઘુંટણની આર્થરાઇટિસથી વધારે ગ્રસ્ત રહે છે. ચીનમાં આશરે ૬.૫ કરોડ લોકો ઘુંટણની સમસ્યાથી ગ્રસ્ત છે. જે ભારતમાં ઘુટણની સમસ્યાથી ગ્રસ્ત લોકોની સંખ્યાની તુલનામાં અડધાથી ઓછી છે. જાણકાર નિષ્ણાંત તબીબો કહે છે કે આ બિમારીમાં બેદરકારી રાખવાની સ્થિતીમાં મોડેથી સમસ્યા વધારે આવી શકે છે.

Share This Article