અયોધ્યામાં ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિવિધ ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓના માધ્યમથી પ્રભુ શ્રીરામની આકૃતિ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં શ્રીરામની સાથે મંદિરનું ચિત્ર અને જય શ્રીરામનું લખાણ પણ લખાયું છે. દિવાળી સમયે સરયુના ઘાટ પર સૌથી વધુ દીપ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. ત્યારબાદ દીવડાઓના માધ્યમથી સર્જાયેલો આ અનોખો વિશ્વ વિક્રમ બન્યો છે. આ કલાકૃતિ બિહારના અનિલ કુમારે તેમના ૧૨ સાથીઓ સાથે મળીને તૈયાર કરી છે. તેની લંબાઈ ૨૫૦ ફૂટ છે જ્યારે તેની પહોળાઈ ૧૫૦ ફૂટ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે તેના મુખ્ય આયોજક છે.

TAGGED:
Share This Article