કેરળની એક અદાલતે પોતાની એક સગીર પિતરાઇ બહેન પર દુષ્કર્મ આચરવાના કેસમાં તેના પિતરાઈ ભાઈને ૧૩૫ વર્ષની જેલની સજા ફટકારી છે. તે વ્યક્તિ સામેનો આરોપ સાબિત થયો છે કે તેણે તેની પિતરાઈ બહેન પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો અને તેને ગર્ભવતી પણ બનાવી હતી. એડવોકેટે જણાવ્યું હતું કે પીડિતાએ એક બાળકને જન્મ આપ્યો છે જે બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ છે. હરિપદ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ સાજી કુમારે ૨૪ વર્ષીય યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ઈન્ડિયન પીનલ કોડ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ અલગ અલગ સજા સંભળાવી હતી. સરકારી વકીલ રઘુ કે. એ જણાવ્યું હતું કે તમામ કેસમાં દોષિતને કુલ ૧૩૫ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જોકે, તમામ સજા એકસાથે ચાલશે એમ તેમણે જણાવ્યું હતું.કેરળ કોર્ટે દોષિત વ્યક્તિ પર ૫.૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને પીડિતાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જે ઘટના સમયે ૧૫ વર્ષની હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more