અમદાવાદના 13 વર્ષના વેદાંત પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું, શૂટિંગમાં નેશનલ લેવલે ક્વોલિફાઇ કર્યું

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદના યુવા શૂટર વેદાંત પટેલે ગોવામાં યોજાયેલી 12th West Zone Shooting (Rifle/Pistol) Championship 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નેશનલ લેવલ માટે ક્વોલિફાય કરવાની સિદ્ધિ મેળવી છે. વિજય ભારત સ્પોર્ટ્સ એકેડેમીમાં તાલીમ લેતા વેદાંતે 10 મીટર એર પિસ્ટોલ (NR) સબ યુથ મેન ઈન્ડિવિજુઅલ તથા 10 મીટર યુથ મેન ઈન્ડિવિજુઅલ બંને કેટેગરીમાં 353 સ્કોર નોંધાવી સૌનું ધ્યાન ખેંચ્યું. આ પ્રભાવશાળી સ્કોર સાથે વેદાંતે નેશનલ ક્વોલિફાય કરી અમદાવાદ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

 

વેદાંતના કોચ તથા એકેડેમી ટીમે જણાવ્યું કે નિયમિત મહેનત, નિષ્ઠા અને શાંતિપૂર્ણ મેન્ટલ ફોકસ વડે વેદાંતે આ સફળતા મેળવી છે. હવે તેઓ નેશનલ લેવલની સ્પર્ધામાં વધુ સારા પ્રદર્શન માટે તૈયારીઓ શરૂ કરશે.સ્થાનિક ક્રીડા જગતમાં વેદાંતની આ સિદ્ધિને લઈને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના આ યુવા ટેલેન્ટ માટે હવે નેશનલ ચેમ્પિયનશિપ આગામી મહત્વપૂર્ણ પડકાર રહેશે.

Share This Article