મહારાષ્ટ્રમાં ઘાતક વાયરનો કહેર, 124 સંક્રમિત, 5નો ભોગ લીધો

Rudra
By Rudra 2 Min Read

મહારાષ્ટ્રમાં ગુઈલેન બેરે સિન્ડ્રોમના કેસોમાં વધારો નોંધાયો છે, જેના કારણે મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક ૫ પર પહોંચી ગયો છે. 149 શંકાસ્પદ દર્દીઓમાંથી 124 દર્દીઓમાં જીબીએસ વાયરસની પુષ્ટિ થઈ છે. હાલ 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 3 નવા દર્દીઓ મળી આવ્યા છે. મોટાભાગના કેસ પુણે અને પિંપરી ચિંચવડ નજીકના છે.એવું નથી કે જીબીએસ વાયરસના કેસ માત્ર મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે પરંતુ તે અન્ય રાજ્યોમાં પણ નોંધાઈ રહ્યા છે.

તાજેતરમાં, આસામમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો હતો અને એક ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદના કારણે 17 વર્ષની છોકરીનું મૃત્યુ નોંધાયું હતું. આ સીઝનમાં આસામમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. ડોકટરોએ શનિવારે છોકરીના મૃત્યુની જાણ કરી હતી, પરંતુ હોસ્પિટલ અથવા રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

આ બાબતે ડોક્ટરે કહ્યું હતું કે, બાળકીની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. તે જીબીએસનું ખૂબ જ ગંભીર સ્વરૂપ હતું અને તે રાત્રે મૃત્યુ પામ્યો. તેમણે કહ્યું હતું કે આ સીઝનમાં આસામમાં જીબીએસનો આ પહેલો જાણીતો કેસ છે, જો કે તે ખૂબ જ સામાન્ય બેક્ટેરિયલ રોગ છે, જે નર્વસ સિસ્ટમને અસર કરે છે. છેલ્લા છ મહિનામાં ય્મ્જી ના કોઈ કેસ નોંધાયા નથી. સમગ્ર ભારતમાં જીબીએસના કેસોમાં વધારો થયો છે અને તે ઘણી જગ્યાએ મળી આવ્યો છે.

ખાસ કરીને જ્યારથી કોરોના વાયરસે દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે ત્યારથી બીજા ઘણા પ્રકારના વાઈરસ સાંભળવામાં આવ્યા છે જે માણસોને પોતાની અસરમાં લઈ રહ્યા છે. જો કે આ વાયરસ કોરોના જેટલા ખતરનાક નથી અને તેની અસરો પણ કોરોના જેટલી વ્યાપક નથી, તેમ છતાં માનવીએ તેનાથી ખૂબ સાવચેટ રહેવાની જરૂર છે.

Share This Article