યેરુસેલમ મામલે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ઘર્ષણ : ઇઝરાયેલના હુમલામાં 12 પેલેસ્ટાઈન નાગરિકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

થોડા સમય પહેલાં અમેરિકાએ યેરુસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે માન્યતા આપી ત્યારથી પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ફરીથી તંગદિલી વધી છે.

યેરુસલેમ ઉપર બંને દેશોનો દાવો છે. બંને દેશો વચ્ચે આ મુદ્દે ચાલી રહેલા વિવાદ દરમિયાન પેલેસ્ટાઈનના નાગરિકોએ ગાઝા સરહદે પાંચ મુખ્ય કેમ્પ લગાવીને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. છેલ્લાં ૬-૭ સપ્તાહથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના ભાગરૂપે ગાઝા પટ્ટી ઉપર વિરોધ કરી રહેલાં પેલેસ્ટાઈન નાગરિકોના ટોળા ઉપર ઈઝરાયેલના સૈન્યએ હુમલો કર્યો હતો. જેમાં ૭ લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ ૩૭૦ કરતા વધુ ઘાયલ થયા હતા.

પેલેસ્ટાઈને દાવો કર્યો હતો કે ઈઝરાયેલી સૈન્યએ સરહદે ૬ સ્થળોએ હુમલો કર્યો હતો. બીજી તરફ ઈઝરાયેલી સૈન્યના પ્રવક્તાએ બચાવમાં નિવેદન આપ્યું હતું કે સરહદે ઉશ્કેરાયેલા ટોળાએ સુરક્ષા કવચ તોડવાની કોશિશ કરી હતી. કેટલાક લોકો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હતા એટલે ઈઝરાયેલી સૈન્યએ બચાવમાં ફાયરીંગ કર્યું હતું. ઉલ્લખેનીય છે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ૨૦૦૮થી એટલે કે એક દશકામાં ત્રણ વખત યુદ્ધો થયા છે.

Share This Article