તારીખ ૧૨ માર્ચના રોજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની શરુઆત થઈ જશે. આ પરીક્ષામાં 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. બોર્ડ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2017ની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. 2017માં લગભગ 17.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, શાંતિભર્યા વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે અને ચીટિંગના કોઈ કેસ ન બને તે માટેની સરકારે પૂરતી તૈયારી કરી છે. રાજ્યના 135 ઝોનમાં 1548 સેન્ટર્સ પર પરીક્ષા લેવામાં આવશે. CCTV કેમેરાની સાથે સાથે લોકલ સ્ક્વૉડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, જે પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા નહીં હોય, તેમને ટેબલ કેમેરા આપવામાં આવશે અને ગાંધીનગરમાં આવેલા હેડક્વૉર્ટરમાં તેનું મોનિટરિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 192 વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે. આમાંથી 155 દસમા ધોરણની અને 37 બારમા ધોરણની પરીક્ષા આપશે.
આ વખતે પહેલીવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપીમાં પ્રશ્નપત્ર આપવામાં આવશે. આ સિવાય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવશે. રવિવારે બપોરે ચાર વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સ સેન્ટર પર જઈને સીટિંગ અરેન્જમેન્ટ ચેક કરી શકશે.
એગ્રીકોન ન્યુટ્રીટેકે ‘એગ્રોસિલ’ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રોન્યુટ્રિઅન્ટ પ્રોડક્ટસ કરી લોન્ચ
એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ, જે અગાઉ એગ્રીકોન ફર્ટિલાઇઝર્સ, વડોદરા તરીકે જાણીતી હતી, તેણે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રોન્યુટ્રિઅન્ટ પ્રોડક્ટસ લોન્ચ...
Read more