ભરતપુર જયપુર નેશનલ હાઈવે નંબર ૨૧ પર ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા ૧૨ના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભરતપુર જયપુર નેશનલ હાઈવે નંબર ૨૧ પર વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેલરે મુસાફરોથી ભરેલી બસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ૧૨ મુસાફરોના મોત થયા અને ૧૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના એટલી ભયાનક હતી કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી પહોંચ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળતાં જ નાદબાઈ પોલીસ સ્ટેશન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ અને મૃતકોને આરબીએમ જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા.

માહિતી પ્રાપ્ત થઈ છે કે મુસાફરો ગુજરાતના ભાવનગરથી ખાનગી બસમાં મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા, ત્યારે હંતારા પુલ પાસે તેમની બસ ખરાબ થઈ ગઈ હતી. બસ ખરાબ થયા બાદ કેટલાક મુસાફરો બસની નીચે ઉતરીને ઉભા રહી ગયા હતા અને કેટલાક મુસાફરો બસમાં જ બેઠા હતા. એટલામાં જ તેજ ગતિએ આવી રહેલા એક ટ્રેલરે તેમની બસને ટક્કર મારી હતી. હાલ પોલીસે મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ભરતપુર જિલ્લાના હંત્રા નજીક જયપુર-આગ્રા હાઈવે પર બસ સાથે ટ્રેલર વાહન અથડાતા ૧૨ લોકોના મોત થયા હતા અને ૧૨ લોકો ઘાયલ થયા હતા, એસપી ભરતપુર મૃદુલ કછવાએ આ વાતની પુષ્ટિ કરી છે. બસમાં સવાર મુસાફરો ગુજરાતના ભાવનગરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહ્યા હતા. મહત્વનું છે કે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સ શિહોરની આસપાસના લોકને લઈને મથુરા લઈ જઈ રહી હતી.

Share This Article