નવીદિલ્હી: ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમનો દેખાવ ખુબ નબળો દેખાઈ રહ્યો છે. ટેસ્ટ શ્રેણીમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. ભારતના કંગાળ દેખાવના સંદર્ભમાં રવિ શાસ્ત્રીને હવે જવાબ આપવો પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આજે કહ્યું હતું કે, સીઓએની બેઠક ૧૧મી સપ્ટેમ્બરના દિવસે મુંબઈમાં મળનાર છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના દેખાવ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઇંગ્લેન્ડ સામે શ્રેણીમાં ખુબ જ કંગાળ દેખાવ જાવા મળી રહ્યો છે. ટેસ્ટ શ્રેણી પહેલાથી જ ગુમાવી દીધી છે. વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતીય ટીમ હારી ચુકી છે.
પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પણ તેના ઉપર હારનું સંકટ તોળાઈ રહ્યું છે. મુખ્ય ચર્ચા નવા બંધારણને લઇને અમલી કરવાના મુદ્દા ઉપર થઇ શકે છે. અધિકારીઓએ કહ્યું છે કે, રવિ શાસ્ત્રી પાસેથી અંગતરીતે માહિતી મેળવવામાં આવશે. રવિ શાસ્ત્રીની લેખિતમાં પ્રતિક્રિયા પણ માંગવામાં આવનાર છે. હાલમાં ક્રિકેટ સલાહકાર સમિતિ કામ કરી રહી નથી. ચૂંટણી યોજાય ત્યાં સુધીની જવાબદારી સીઓએની પાસે છે. આ પ્રદર્શનના આધાર પર મુલ્યાંકન કરવામાં આવનાર છે.
ત્રણ દશકથી પણ વધુ સમય બાદ ફરી એકવાર કંગાળ દેખાવ થઇ રહ્યો છે. ત્રણ દશકથી એવી પરંપરા છે કે, દરેક શ્રેણી બાદ રિપોર્ટ માંગવામાં આવે છે પરંતુ કોચ દ્વારા કોઇ રિપોર્ટ આપવામાં આવી રહ્યા નથી. મેનેજરના રિપોર્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વહીવટી અધિકારીઓ ૧૧મીના દિવસે પરિસ્થિતિ પર સમીક્ષા કરશે અને જરૂરી ફેરફારના સંદર્ભમાં પણ વાતચીત કરનાર છે. વહીવટીકારોની સમિતિ ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપર ચર્ચા કરશે. રવિ શાસ્ત્રીને ઠપકો આપવામાં આવે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.