પીએમ મોદી ૧૧ ડિસેમ્બરે આ ત્રણ સ્થળે કરશે વિકાસ રેલીને સંબોધિત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

પીએમ મોદી ૧૧ ડિસેમ્બરે ત્રણ સ્થળે કરશે વિકાસ રેલીને સંબોધિત

ખબરપત્રીઃ ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીના બીજા તબક્કા માટે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કમાં પહોંચી ગયો છે. પીએમ મોદી પણ ગુજરાત રાજ્યમાં પવનવેગી પ્રચારમાં પોતાની સભાઓ સંબોધી રહ્યાં છે.

ગુજરાત ભાજપ પ્રદેશ તરફથી પ્રસિદ્ધ યાદી પ્રમાણે ૧૪મી ડીસેમ્બરે બીજા તબક્કાની ૯૩ બેઠકો પર થનાર મતદાનને ધ્યાનમાં રાખી ૧૧ ડીસેમ્બરે ચૂંટણી પ્રચાર કરશે. આ યાદી મુજબ પીએમ મોદી ૧૧ ડીસેમ્બરે પાટણ, નડિયાદ અને અમદાવાદ ખાતે યોજાનાર સભાઓને સંબોધિત કરશે અને પ્રચંડ મતદાન કરી લોકશાહીને જીવંતતા બક્ષવા અપીલ કરશે.

પીએમ મોદી ૧૧ ડીસેમ્બરના રોજ ગુજરાત વિકાસ રેલીનો પ્રારંભ ભાભરથી કરશે.

Share This Article