” અપને અપને રામ” કાર્યક્રમ માટે આયોધ્યા ની જેમ જ રામ મંદિરનો 25000 સ્ક્વેર ફૂટમાં 108 ફૂટ ઊંચો સેટ તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કાર્યક્રમમાં નિશુલ્ક પ્રવેશ હોઈ વધુ માં વધુ લોકો અવસરનો લહાવો માણે તેવી ઉત્સવ ફાઉન્ડેશન ની અપીલ

સુરત. ભગવાન શ્રીરામ ના જીવન થી આજની પેઢી રૂબરૂ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ” અપને અપને રામ” કાર્યક્રમનું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત આવતી કાલ એટલે કે શુક્રવાર સાંજ થી થશે. આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ સંગીતમય રીતે ભગવાન રામનું જીવન અને કવન રજૂ કરશે. શ્રોતાઓને તેઓ અયોધ્યાની પાવન ભૂમિ પર બેઠા છે એવી અનુભૂતિ થાય તે માટે આયોજકો દ્વારા આયોજન સ્થળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ગ્રાઉન્ડ પર આયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય મંદિર નો આબેહૂબ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ નું નિર્માણ 25000 સ્ક્વેર ફૂટ જગ્યામાં કરવામાં આવ્યું છે જયારે તેની ઊંચાઈ 108 ફૂટ જેટલી છે.
ત્યારે આ અવસરનો લહાવો દરેક નાગરિક લઈ શકે તે માટે વિનામૂલ્ય પ્રવેશ રાખવામાં આવ્યો છે તો આ અવસરનો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Share This Article