અમેરિકામાં ગુજરાતી મૂળની ૫ વર્ષની માયા પટેલના મોત મામલે આરોપીને ૧૦૦ વર્ષની જેલની સજા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકામાં વર્ષ ૨૦૨૧માં બનેલી ફાયરિંગની ઘટનામાં મૂળ ગુજરાતી પરિવારની માયા નામની દીકરીનું મોત થઈ ગયું હતું. હોટલમાં બાળકીને માથામાં ગોળી વાગ્યા પછી સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. આ કેસમાં ૩૫ વર્ષના આરોપી શખ્સ કે જેના દ્વારા અન્ય ઝઘડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને કોર્ટે ૧૦૦ વર્ષની જેલની સજા ફટકારી છે. અમેરિકાના લુઈસિયાનામાં કેડ્ડો પેરિશમાં ૫ વર્ષની બાળકીનું હોટલમાં થયેલા ફાયરિંગમાં મોત થઈ ગયું હતું. આ કેસમાં દોષિત ઠરેલા ૩૫ વર્ષના શખ્સને ૧૦૦ વર્ષની જેલની કઠોર સજા સંભળાવી છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ વર્ષ ૨૦૨૧માં માયા પટેલ નામની બાળકી શ્રેવેપોર્ટના મૉન્કહાઉસ ડ્રાઈવમાં પોતાના હોટલ રૂમમાં રમી રહી હતી ત્યારે બારીમાંથી થયેલા ફાયરિંગમાં તેના માથામાં ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ બાળકીની ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં જોસેફ લી સ્મિથ નામના શખ્સે પોતાના ઝઘડામાં ફાયરિંગ કર્યું હતું અને જે વ્યક્તિ સાથે ઝઘડો થઈ રહ્યો હતો તેના બદલે ગોળી બાળકીને વાગી ગઈ હતી.

કોર્ટે આ કેસમાં આરોપીને ૬૦ વર્ષની જેલ સહિત કોર્ટની કાર્યવાહીમાં અડચણ ઉભી કરવા બદલ સ્મિથને દોષિત ઠેરવીને ૨૦ અને આ સિવાય વધુ ૨૦ વર્ષની એમ કુલ ૧૦૦ વર્ષની જેલની સજા ફટકારી છે. માતાના મોતની આખી ઘટના શું છે?..તે જાણો.. ૨૦મી માર્ચે શ્રેવેપોર્ટમાં મૉન્કહાઉસના ૪૯૦૦ બ્લોકમાં સુપર ૮ મોટેલના પાર્કિંગમાં સ્મિથનો અન્ય શખ્સ સાથે ઝઘડો થઈ રહ્યો હતો અને તેમાં તેણે ફાયરિંગ કરી દીધું હતું. મિસફાયરિંગમાં મોટેલના સંચાલક વિમલ અને સ્નેહલ પટેલની દીકરી માયા તેના ભાઈ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમમાં રમી રહી હતી ત્યારે માથામાં ગોળી વાગી હતી. સ્મિથે કરેલા ફાયરિંગમાં ૯mm હેન્ડગનની ગોળી માયાને વાગતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. માયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ત્રણ દિવસની ટૂંકી સારવાર બાદ તેનું ૨૩ માર્ચ ૨૦૨૧માં મોત થઈ ગયું હતું.

Share This Article