રાજયમાં આજે જાહેર કરવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૭.૫૦ ટકા પરિણામ સામે બક્ષીપંચ જાતિની વિકસતી જાતિ કલ્યાણ હેઠળની રાજ્યભરની કુલ-૩૩ પૈકી ૧૩ સરકારી આદર્શ નિવાસી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ તેમજ કુલ સરેરાશ ૯૬ ટકા પરિણામ આવ્યું છે.
સમાજ કલ્યાણ મંત્રીએ પરિણામ અંગે વધુ વિગત આપતા કહ્યું હતુ કે, ૩૩ માધ્યમિક શાળા પૈકી ૧૩ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ૧૬ શાળાઓનું પરિણામ ૯૦ થી ૯૯ ટકાની વચ્ચે જયારે બે શાળાઓનું પરિણામ ૮૦ થી ૮૯ ટકા આવ્યું છે. નાપાસ થયેલ વિદ્યાર્થીઓને જુલાઈ માસમાં પૂરક પરીક્ષા દ્વારા ૧૦૦ ટકા પરિણામ લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
એક દાયકાથી OBCની આ આદર્શ નિવાસી શાળાઓને કેટલાંક વર્ષોમાં તો રાજ્યભરમાં સરેરાશ ૯૯ થી ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરીને સેન્ટ ઝેવિયર્સ અને ગુરૂકૂળ જેવી ખાનગી સંસ્થાઓની પણ બરોબરી કરી છે.