એકતા દિવસ નિમિતે પરેડ ગ્રાઉન્ડ ખાતે અષ્ટતત્વ એકત્વની ભાવનાને ઉજાગર કરતી 10 ઝાંખીઓ રજૂ કરાઈ

Rudra
By Rudra 1 Min Read

કેવડિયા: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અષ્ટતત્વ એકત્વની ભાવનાને ઉજાગર કરતી કેન્દ્રીય સંરક્ષણ દળોની સાથે સાથે 8 રાજ્યોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.

એનએસજી અને એનડીઆરએફ દ્વારા કરવામાં આવતી કામગીરીનો ચિતાર રજૂ કરતી ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

આંદામાન અને નિકોબાર દ્વારા ટાપુઓના સૌંદર્યને રજૂ કરતી કૃતિ, છત્તીસગઢ દ્વારા જનજાતિય સંસ્કૃતિના દર્શન કરાવતી કૃતિ, ગુજરાત દ્વારા સરદાર પટેલ અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વાર્તાલાપ રજૂ કરતી કૃતિ, જમ્મુ અને કાશ્મીર દ્વારા ચિનાબ પુલ અને કુદરતી સૌંદર્ય રજૂ કરતી કૃતિ, મહારાષ્ટ્ર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અને સ્વરાજ્યની પ્રેરણાદાયી કૃતિ, મણિપુર દ્વારા કુદરતી સૌંદર્ય અને કળાનું પ્રદર્શન રજૂ કરતી કૃતિ, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતી કૃતિ, ઉત્તરાખંડ દ્વારા પ્રાચીન કેદારનાથ મંદિર, યોગ અને આધ્યાત્મને આત્મસાત કરતી કૃતિ રજૂ કરવામાં આવી હતી.

Share This Article