નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની બેંકોમાં આજે કામગીરી ખોરવાઇ ગઇ હતી. કારણ કે વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાના સુચિત મર્જરને લઇને આજે સરકારી બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. યુનિયન દ્વારા હડતાળની હાકલ કરવામાં આવ્યા બાદ આ હડતાળ પડી છે. એક સપ્તાહની અંદર બીજી વખત સરકારી બેંક કર્મચારીઓ હડતાળ પર છે. ૧૦ લાખ કર્મચારીઓની હડતાળના કારમે સેવાને પ્રતિકુળ અસર થઇ રહી છે.
બેંક અધિકારીઓની યુનિયને સુચિત મર્જરની સામે તેમજ વેતન સુધારાની માંગ સાથે હડતાળ પાડવામાં આવી હતી. ગયા શુક્રવારના દિવસે પણ એટલે કે ૨૧મી ડિસેમ્બરના દિવસે પણ હડતાળ પાડવામાં આવી હતી. સરકારી બેંકોએ એકબાજુ હડતાળ પાડી હતી. જ્યારે બીજી બાજુ ખાનગી બેંકોમાં કામકાજ યથાવત રીતે જારી રહ્યુ હતુ. મોટા ભાગની બેંકોએ ગ્રાહકોને હડતાળ અંગે પહેલાથી જ માહિતી આપી દીધી હતી. ખાનગી ક્ષેત્રની બેંકોમાં કામગીરી સામાન્ય રીતે ચાલી હતી. ૧૦ લાખ કર્મચારી આજે હડતાળ પર ઉતરી ગયા છે . યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને હડતાળની હાકલ કરી છે. તેના મહાસચિવ સીએચ વેંકટચલમે કહ્યુ છે કે વિવાદને ઉકેલી દેવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ તેમાં વિવાદનો ઉકેલ આવી શકાયો ન હતો. જેથી તમામ યુનિયને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો.
મર્જરને લઇે પગલા લેવામાં આવશે નહીં તેવી ખાતરી કોઇએ આપી નથી. સરકારે સપ્ટેમ્બર મહિનામાં જાહેર ક્ષેત્રની વિજયા બેંક, દેના બેંક અને બેક ઓફ બરોડાને મર્જ કરવાની જાહેરાત કરી હતી. આના મર્જરની અમલીકરણની પ્રક્રિયા શરૂ થઇ ગયા બાદ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. પગાર વધારાની માંગ પણ થઇ રહી છે.હડતાળ અંગે બેંકોએ પહેલાથી જ જાણ કરેલી છે.