નવીદિલ્હી: ભારત સહિત એશિયામાં ૧૦ મોટા અર્થતંત્ર ૨૦૩૦ સુધી જીડીપીના મામલામાં અમેરિકાને પછડાટ આપી દેશે. રિપોર્ટ મુજબ ચીન, હોંગકોંગ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઈવાન અને થાઇલેન્ડ જેવા દેશો મળીને અમેરિકાને પછડાટ આપશે.
આ દેશોનું અર્થતંત્ર ૨૮૦૦૦ ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચી જશે જ્યારે અમેરિકાનું અર્થતંત્ર ૨૨.૩૩ ટ્રિલિયન ડોલર રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્થિતિ એશિયામાં મૂડીરોકાણ માટે પુરતી નથી. આના માટે અન્ય ઇન્ડીકેશન પણ જરૂરી દર્શાવવામાં આવ્યા છે.
એશિયાનું આર્થિક ભાવિ ખુબ ઉજળુ દેખાઈ રહ્યું છે. એશિયન દેશોને અનેક પડકારોનો સામનો કરવો પડશે જેમાં ક્લાઈમેટ ચેન્જ, વધતી અસમાનતા, ખરાબ પર્યાવરણ અને ટેકનોલોજીકલ અડચણોનો સમાવેશ થાય છે જેના પરિણામ સ્વરુપે ગ્રોથના આંકડા પણ પાછળ રહી જાય છે. છેલ્લા કેટલાક દશકોમાં કેટલાક કારણોસર એશિયાના અનેક અર્થતંત્રમાં ઝડપી તેજી આવી છે, પરંતુ પરિબળો નબળા રહ્યા છે.