બીજા રાષ્ટ્રીય ગુણવત્તા સમ્મેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર રાજ્ય મંત્રી અશ્વિની ચોબે દ્વારા કરવામાં આવ્યું. અહિંયા તેઓએ દેશના વિભિન્ન ભાગોમાંથી પસંદિત ૯૧ ગુણવત્તા એકમોના પ્રતિનિધિને તેમની ઉત્કૃષ્ઠ ગુણવત્તા માટે સમ્માનિત કર્યા. મંત્રીએ જણાવ્યું કે દેશના ૧૮ રાજ્યોના લોકો આહિં આવ્યા છે અને હું આશા રાખુ છું કે જે રાજ્યો હાજર રહી શક્યાં નથી તેઓ ભવિષ્યમાં તે પોતાની ગુણવત્તામાં યોગ્ય શ્રેષ્ઠતા લાવીને આ સમ્માનને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનશે. જે રાજ્યો અત્યાર સુધી માપદંડોને પૂર્ણ કરી શક્યા નથી તઓને વિશેષ પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત છે.
મંત્રીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે ઉત્તમ તથા સુલભ સ્વાસ્થ્ય ઉપલબ્ધ કરવાની દિશામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જરૂરી પગલા ભરવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સ્વાસ્થ્ય સુવિધાઓના તમામ એકમો જેવા કે જિલ્લા હોસ્પિટલ, સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર, પ્રાથમિક સ્વાસ્થ્ય તથા શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર દ્વારા અપાતી સેવાઓના માપદંડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આયુષ્યમાન ભારત ઐતિહાસિક લોક કલ્યાણકારી યોજના છે, જેમાં ૬૦ કરોડ લોકો દર વર્ષે રૂપિયા ૫ લાખ સુધીનો તબીબી લાભ પરિવાર દીઠ દર વર્ષે નિઃશુલ્ક લઇ શકશે. આયુષ્યમાન ભારચત માટે આ વર્ષના બજેટમાં રૂ.૨૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
વેલનેસ સેંટર વિશે બોલતા મંત્રીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ દેશ ભરતમાં દોઢ લાખ વેલનેસ સેંટરના નિર્માણ કરવાનું છે, આ લક્ષ્યને આવનારા પાંચ વર્ષોમાં પુર્ણ કરવામાં આવશે. આ માટે ૧૨૦૦ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. તેઓએ ભાર દઇને જણાવ્યું કે જન હિતકારી સ્વાસ્થ્ય સેવાઓ માટે સરકાર પૈસાની અછત થવા દેશે નહિ. સરકારે સ્વાસ્થ્ય સેસ લગાવી સ્વાસ્થ્ય સેવાઓને ગરીબ અને નબળા વર્ગને આપવાનો સંકલ્પ લીધો છે અને રાજ્યોને ભરપૂર રકમ નાણાંકીય તથા તકનીકી સબાય ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી કોઇ ગરીબ પૈસાની અછતને કારણે સ્વાસ્થ્ય લાભ લેવાથી વંચિત રહી ન જાય. તેઓએ સર્વજન હિતાય સર્વ જન સુખાયની વાત કરી અને સર્વે ભાવન્તુ સુખિનઃ, સર્વે સંતુનિરામયાનો ઉલ્લેખ કરતા ભારત સરકારની સંબંધી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું.