સફેદ ડુંગળીના એક મણના ભાવ ૩૧૨ રૂપિયા ભાવ
ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૨૩ જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, નારીયેળ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. ૨૩ જાન્યુઆરીના રોજ કુલ ૧૬ જણસીઓની આવક નોંધવામાં આવી હતી. ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનો હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૨૩ જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલાં થયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૬૧,૦૩૮ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ ૨૧૧ રૂપિયાથી લઈને ૩૧૨ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ૬૧,૦૦૦ કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ ૧૨૨ રૂપિયાથી લઈને ૨૮૩ રૂપિયા સુધી નોંધાયાહતાં. ૨૩ જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ ૧,૦૨૫ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૧,૧૧૬ રૂપિયા સુધી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ ૫૧૮ થી લઈને ૬૭૧ રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત, બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ૪૨૮ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૩૭ રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ૨,૬૭૨ રૂપિયાથી લઈને ૨,૮૭૬ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના ૮૮ ગાસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના ભાવ ૧,૦૧૦ રૂપિયાથી લઈને ૧,૩૬૪ રૂપિયા સુધીના નોંધાયા હતા.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more