૨૪ ઓક્ટોબરે પરિણામ જાહેર થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

૨૪મી ઓક્ટોબરના દિવસે માત્ર બે રાજ્યોના મુખ્યપ્રધાન અંગે જ નિર્ણય થનાર નથી બલ્કે ૧૮ રાજ્યોની ૬૪ સીટ પર પણ પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ઉતરપ્રદેશમાં કાનુન અને વ્વસ્થાને લઇને દરરોજ અહેવાલ આવી રહ્યા છે. આવા અહેવાલને કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકાર પર કેટલી અસર થઇ રહી છે તે બાબત પણ ઉપયોગી સાબિત થનાર છે. ઉત્તરપ્રદેશમાં ૧૧ સીટો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે કર્ણાટકની હાલની રાજનીતિ ભારે ઉથલપાથલની વચ્ચેની રહી છે. ૧૫ સીટોના પરિણામ ઉપયોગી સાબિત થનાર છે.

હરિયાણાની સરકાર મનોહર લાલ ખટ્ટર અને મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકાર કોઇ પણ ગતિરોધ વગર પાંચ વર્ષ પૂર્ણ કરી રહી છે. રાજકીય પંડિતો ભારતીય જનતા પાર્ટીને આગળ રાખી રહ્યા છે. આના માટે કેન્દ્રમાં મોદી સરકારને કારણ તરીકે ગણવામાં આવે છે. કેન્દ્ર સરકારને લઇને પ્રજા હકારાત્મક માહોલમાં વિશ્વાસ રાખે છે. મોદીનો જાદુ આ બે રાજ્યોમાં પણ જોવા મળી શકે છે.

અલબત્ત રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા રહે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી મોદીને જ મુખ્ય ચહેરા તરીકે રજૂ કરવા માટે ઇચ્છુક છે. એકબાજુ મહારાષ્ટ્‌માં ૨૮૮ અને હરિયાણમાં ૯૦ સીટ પર ચૂંટણી યોજાનાર છે. દેશના રાજકીય પંડિતો માની રહ્યા છે કે રાજ્યોમાં રહેલી સરકારો માટે આ ચૂંટણી ઉપયોગી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં તો હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે.

Share This Article