વર્ધા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણીમાં પ્રચારને વધુ ભાર આપીને કોંગ્રેસ ઉપર હિન્દુ આતંકવાદને લઇને આકરા પ્રહાર કર્યા હતા. હિન્દુ આતંકવાદના મુદ્દા ઉપર રાહુલ ગાંધી ઉપર પણ પ્રહાર કર્યા હતા. મહાત્મા ગાંધીની કર્મભૂમિ કહેવાતા મહારાષ્ટ્રના વર્ધામાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસે દેશના કરોડો લોકોના સંબંધ આતંકવાદ સાથે જાડી દીધા હતા. હવે લોકો જાગી ગયા છે ત્યારે આવા લોકો ભાગી રહ્યા છે. તેમનો ઇશારો સીધીરીતે રાહુલ ગાંધીના અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડવા તરફ હતો. થોડાક દિવસ પહેલા જ સમજાતા બ્લાસ્ટ કેસમાં અસીમાનંદને સુપ્રીમ કોર્ટ દ્વારા મુક્ત કરી દેવામાં આવ્યા બાદ મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે.
મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોંગ્રેસના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ બાબતને કોંગ્રેસ પાર્ટી પણ સમજી રહી છે. દેશે તેમને બોધપાઠ ભણાવવા અંગેનો નિર્ણય લઇ લીધો છે જેથી હિન્દુ વસ્તી વધારે છે. ત્યાં મેદાન છોડીને ભાગી રહ્યા છે. દેશે બોધપાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આવા લોકો હવે મેદાન છોડી રહ્યા છે. જે લોકોએ હિન્દુઓને આતંકવાદ કહ્યા હતા તેમની હાલત કફોડી બનેલી છે. હિન્દુઓની સાથે આતંકવાદ જાડી દેવામાં આવ્યું હતું જેથી જ્યાં હિન્દુ વસ્તી વધારે છે ત્યાં ચૂંટણી લડી શકવાની Âસ્થતિમાં નથી. બીજી બાજુ જ્યાં હિન્દુઓની વસતી છે તેવા વિસ્તારમાં ભાગી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશના કરોડો લોકો ઉપર હિન્દુ આતંકવાદનું કલંક લગાવવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. હજારો વર્ષના ઇતિહાસમાં હિન્દુઓના આતંકવાદની કોઇ ઘટના બની નથી. અંગ્રેજ ઇતિહાસકારો પણ આવું કર્યું નથી. અમારી પાંચ હજાર જુની સભ્યતા પર કલંક કોંગ્રેસ પાર્ટીએ મુક્યું છે. આ પાર્ટીને લોકો માફ કરી શકે નહીં. મોદીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના જ એક કોંગ્રેસી નેતા હતા જે હિન્દુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા. સુશીલ કુમાર શિંદે દ્વારા હિન્દુ આતંકવાદનો ઉપયોગ કર્યો હતો. મોદીએ ઉમેર્યું હતું કે, અમારા વીર જવાનોએ જ્યારે એર સ્ટ્રાઇક કરી ત્યારે પણ આ લોકો પુરાવા માંગી રહ્યા હતા. એવી વાતો કરી રહ્યા હતા જેના કારણે પાકિસ્તાનમાં ખુશીની લહેર જાવા મળી રહી હતી. ભારતના હિરો જાઇએ છે કે પછી પાકિસ્તાનના હિરો જાઇએ છે તે અંગે દેશના લોકોને નિર્ણય કરવો છે.
આઝાદ મેદાનમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આવા લોકો શહીદ સ્મારકોને બૂટથી કચડી નાંખવાની મંજુરી આપી હતી. મોદીએ પોતાને શૌચાલયોના ચોકીદાર તરીકે ગણાવીને કહ્યું હતું કે, શૌચાલય અભિયાનથી મહિલાઓની અÂસ્મતાનું રક્ષણ થઇ રહ્યું છે. કેટલાક લોકો માટે આ મજાકનો વિષય બન્યો છે પરંતુ તેમના માટે માતાઓ અને બહેનો માટે ઇજ્જત ઘર સમાન છે. એક ચોકીદાર તરીકે હોવાનો ગર્વ છે. મહાત્મા ગાંધી, વિનોભા ભાવે જેવા લોકોએ આપેલા સંદેશાઓની મજાક કરવામાં આવી રહી છે. શરદ પવારને લઇને મોદીએ કહ્યું હતું કે, દેશના સૌથી અનુભવી નેતાઓમાંથી એક શરદ પવાર છે. એમ કહેવામાં આવે છે કે, શરદ પવાર ક્યારે પણ વિચાર્યા વગર કોઇ કામ કરતા નથી. તેમને પીએમની રેસમાં ગણવામાં આવતા હતા. પવારે એક વખતે કહ્યું હતું કે, તેઓ ચૂંટણી લડશે પરંતુ એકાએક બોલી ગયા છે કે, તેઓ રાજ્યસભામાં ખુશ છે. શરદ પવાર પણ જાણે છે કે, પવન કઇ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. આ વખતે મોટા મોટા દિગ્ગજા મેદાન છોડીને ભાગી ગયા છે. એનસીપીમાં હાલના સમયાં પારિવારિક યુદ્ધની Âસ્થતિ છે. એનસીપી ઉપર કબજા જમાવવાના પ્રયાસો પરિવારના લોકો કરી રહ્યા છે. શરદ પવારના હાથમાંથી તેમની પાર્ટી નિકળી રહી છે. તાજેતરમાં જ તેમના ભત્રીજા પાર્ટી ઉપર કબજા જમાવવાની રણનીતિ અપનાવી રહ્યા છે. આવી Âસ્થતિમાં શરદ પવાર પવનની દિશા જાઇને મેદાન છોડી ચુક્યા છે. હિન્દુ આતંકવાદનો મુદ્દો પ્રચારમાં છવાય તેવી વકી છે.