પોર્ટ ઓફ સ્પેન : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક પછી એક શાનદાર દેખાવ કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. હવે કોહલીએ ૩૪મી વિનિંગ સદી ફટકારીને સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. સચિન તેન્ડુલકરે એક પછી એક સદી પહેલા કરી હતી. અનેક રેકોર્ડ પોતાના નામ પર કર્યા હતા. હવે કોહલી તેના તમામ રેકોર્ડને તોડી રહ્યો છે. તે રેકોર્ડ બ્રેકિંગ મશીન તરીકે છે.કોહલી હવે વેસ્ટ ઇન્ડિઝની સામે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
કોહલી એક પછી એક રેકોર્ડ પોતાના નામ પર કરી રહ્યો છે. રવિવારના દિવસે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલી શ્રેણીની બીજી મેચમાં કોહલીએ આ સિદ્ધી હાંસલ કરી હતી. કોહલીએ વેસ્ટ ઇન્ડિઝની સીમે હવે ૨૦૩૨ રન બનાવી લીધા છે. વેસ્ટ ઇન્ડિઝની સામે પાકિસ્તાનના જાવેદ મિયાદાદે ૬૪ મેચમાં ૬૪ ઇનિગ્સ રમીને ૩૩.૮૫ રનની સરેરાશ સાથે ૧૯૩૦ રન બનાવી લીધા છે. જેમાં એક સદી અને ૧૨ અડધી સદીનો સમાવેશ થાય છે. મિયાદાદે વિન્ડીઝની સામે પોતાની છેલ્લી મેચ ૧૯૯૩માં રમી હતી.
બીજી બાજુ આ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝની સામે ૩૩ ઇનિગ્સમાં ૭૦ રનની સરેરાશ સાથે ૧૯૧૨ રન બનાવ્યા હતા. કોહલીએ વેસ્ટ ઇન્ડિઝની સામે વનડે મેચમાં સાત સદી અને ૧૦ અડધી સદી કરી છે. વેસ્ટ ઇન્ડિઝની સામે સૌથી વધારે વનડે રનની વાત કરવામાં આવે તો માર્ક વોગ ત્રીજા સ્થાન પર છે. માર્ક વોગે ૧૭૦૮ રન બનાવ્યા છે. જેક કાલિસે ૧૬૬૬ રન બનાવ્યા છે. પાકિસ્તાનના રમીઝ રાજાએ પણ વેસ્ટ ઇન્ડિઝની સામે જારદાર બેટિંગ કરી હતી. રમીજ રાજાએ ૧૬૨૪ રન કર્યા હતા. ભારતની વાત કરવામાં આવે તો સચિન પણ સામેલ છે. દ્રવિડ પણ યાદીમાં સામેલ છે. જાવેદ મિયાદાદે વેસ્ટઇન્ડિઝ સામે અગાઉ સૌથી વધારે રન બનાવ્યા હતા. જાવેદ મિયાંદાદને દુનિયાના સૌથી સારા ખેલાડી પૈકી એક તરીકે છે.