હિન્દુ ધર્મનો વિશેષ તહેવાર  એટલે ‘દિવાળી’ , લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
??????????????????????

દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા.  દીપાવલી શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો છે. યુગોથી ભારતીય સંસ્‍કૃતિએ અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીવાની સમજ સ્‍વીકારી છે.


દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ”.સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે. વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે. આનાથી આનંદ આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે – આંતરિક પ્રકાશનો આનંદ લેવો અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય.

એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જે લોકો તે દિવસે તેની પૂજા કરે છે, વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે સાથે આ દિવસે ઘરની પણ સાજ સજાવટ કરવામાં આવે છે,

Share This Article