નવી દિલ્હી : હડતાળ, વિધાનસભા ચૂંટણી અને રજાના કારણે આ સપ્તાહમાં બેકિંગ કામકાજને પ્રતિકુળ અસર રહેનાર છે. બેંકોમાં માત્ર ત્રણ દિવસ સુધી જ કામકાજ થનાર છે. સપ્તાહમાં કેટલીક રજા આવનાર છે. ચાર રજા પડનાર છે. જેથી બેંક સાથે સંબંધિત કામોને વહેલી તકે પૂર્ણ કરી લેવા માટે કહેવામાં આવ્યુ છે. સુત્રોએ કહ્યુ છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં રહેનાર લોકોને વધારે તકલીફ પડનાર છે. કારણ કે ચૂંટણીના કારણે પણ તેની અસર થઇ રહી છે.
સોમવારના દિવસે મહારાષ્ટ્ર અને હરિયાણાને બાદ કરતા દેશના અન્ય ભાગોમાં બેંકોમાં કામકાજ સામાન્ય રહેનાર છે. જ્યારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી હોવાના કારણે બેંકોમાં રજા છે. હરિયાણા અને પંજાબના પાટનગર ચંદીગઢમાં સોમવારના દિવસે બેંકોમાં નિયમિત કામગીરી ચાલી રહી છે. મંગળવારના દિવસે બે બેંક યુનિયનો દ્વારા મર્જરની સામે એક દિવસ માટે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરી છે. જા હડતાળ સફળ રહેશે તો બેકિંગ સેવાને અસર થનાર છે. આગામી ત્રણ દિવસ એટલે કે ૨૩, ૨૪ અને ૨૫મી ઓક્ટોબરના દિવસે દેશભરમાં બેંકોની કામગીરી સામાન્ય રહેનાર છે. શનિવારના દિવસે ૨૬મી ઓક્ટોબરના દિવસે ચોથા શનિવારની સ્થિતી છે. જેથી બેંકો બંધ રહેશે.
૨૭મી ઓક્ટોબરના દિવસે રવિવારની રજા રહેશે. સાથે સાથે એ દિવસે દિવાળી પણ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને બેંકિગ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવા માટેની જરૂર દેખાઇ રહી છે. કારણ કે બેકિંગ સેવા આ વખતે ખોરવાઇ જવાની શક્યતા છે.