હા, હું જાણવા માંગુ છું. શું હકીકત છે? અને શું છે ભ્રમણા? હકીકત એ સનાતન સત્ય છે. જયારે ભ્રમણા અસત્ય છે અને નાશવંત છે. હકીકત બ્રહ્મ છે. જયારે ભ્રમણા એ માયા છે. બ્રહ્મ અને ભ્રમ શબ્દોનો ઉચ્ચાર લગભગ સરખો છે. “બ્રહ્મ” અને “ભ્રમ” શબ્દો એક સાથે ઉચ્ચારણ કરીએ તો તેમાં તફાવત નજીવો છે. હકીકત એટલે કે સત્ય સનાતન, અમર અને અવિનાશી છે. જયારે ભ્રમ નાશવંત અને ક્ષણિક છે. કોઇ પણ સત્ય તેના સ્થળ અને સમયના અનુસંધાનમાં હકિકત છે. સત્ય લાંબુ હોય, ટુંકુ હોય, જાડું હોય, પાતળું હોય. સત્ય જોઇ શકાય એવું હોય કે સત્ય આંધળું હોય, સત્ય રંગીન હોઇ શકે કે સત્ય બ્લેક એન્ડ વ્હાઇટ હોઇ શકે. સત્ય મર્યાદિત હોઇ શકે કે અમર્યાદિત હોઇ શકે. સત્ય આંખોનું હોય, સત્ય કાનનું હોય, સત્ય નાકનું હોય. આ બધું જોતાં લાગે છે સત્ય કયારેય સનાતન હોતું નથી. સત્ય નાશવંત અને ક્ષણભંગુર હોય છે. નીચેના કેટલાંક દ્રષ્ટાંત તમને આ બાબત સાબિત કરી આપશે.
– આંખોનું સત્ય
– કાનનું સત્ય
– નાકનું સત્ય
૧ આંખોનું સત્ય :
માણસો સાત રંગ અને તેના મિશ્રણ વાળા રંગો જોઇ શકે છે. પરંતુ કુતરા આ જ દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઇ શકે છે. જયારે મધમાખી આ સૃષ્ટિને ૩૦૦૦-૪૦૦૦ રંગોમાં જોઇ શકે છે. બધા માટે આ સૃષ્ટિ એક સમાન છે. તેમ છતાં દરેકને આ સૃષ્ટિ ભિન્ન ભિન્ન અને અલગ અલગ અનુભવાય છે. શું ખરેખર આ સૃષ્ટિ બધા માટે એક સમાન છે?
૨ કાનનું સત્ય :
આપણે જે કાંઇ પણ સાંભળીએ છીએ એનામાં કાનનું મહત્વ અગત્યનું છે. આપણે જે બોલી શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ તેના માટે હવાનું માધ્યમ અગત્યનું છે. આપણે બોલતી વખતે હવા પર દબાણ ઉભું કરીએ છીએ. અને અવાજને માપવા માટે ડેસીબલ એકમનો ઉપયોગ કરીએ છીએ. માનવીના કાનની બનાવટ એ ત્રણ પ્રકારની છે કે તે અમુક ડેસીબલથી વધુ અને અમુક ડેસીબલથી ઓછો અવાજ સાંભળી શકતા નથી.
૩ નાક અને જીભ :
વાનગીની સ્વાદિષ્ટતા નક્કી કરવાનું કામ નાક કરે છે. જયારે જીભનું કામ માત્ર તેને વર્ગીકૃત કરે છે. કે વાનગી ખાટી, તીખી, ગળ્યું, કડવું કે મોળું છે. વાનગીની સુગંધ જ વાનગીની સ્વાદિષ્ટતા નક્કી કરે છે. જયારે આપણને ભ્રમ છે કે સ્વાદ પારખવાનું કામ માત્ર જીભ કરે છે.
હવે, હકીકત જાણવા માટે વિજ્ઞાન અને ધર્મના માપદંડનો ઉપયોગ કરીએ.
૧. ધર્મ ઘણા બધા હોય છે અને તેમનું જુદું જુદું તત્વજ્ઞાન હોય છે. જયારે વિજ્ઞાન સીધા તર્ક દર્શાવે છે. વિજ્ઞાન ચોક્ક્સ અને સ્પષ્ટ જ્ઞાન દર્શાવે છે. વિજ્ઞાન પ્રયોગોને આધારે સત્યને પ્રમાણિત કરે છે.
૨. ધર્મો નિતિમત્તા, ચારિત્રમાં વિશ્વાસ રાખે છે. ધર્મ આપણને શું સાચું છે કે ખોટું છે તે આપણને શીખવે છે. પરંતુ વિજ્ઞાન માટે કશુંય સારુ કે ખરાબ હોતું નથી. વિજ્ઞાન નૈતિકતા અને નીતિમત્તાથી પરે છે.
૩. ધર્મ આપણને સ્વર્ગ અને નર્કની રાહ બતાવે છે. સ્વર્ગ, નર્ક અને પુર્નજન્મનો રસ્તો પણ બતાવે છે. જયારે વિજ્ઞાન આ માંથી કશાયમાં માનતું નથી.
૪. ધાર્મિક માન્યતા છે કે ઇશ્વર, ભગવાન કે ગોડ આ સૃષ્ટિના રચૈતા છે અને તેમને આ સૃષ્ટિને રચી છે માટે તેમનો સૃષ્ટિ પર અંકુશ છે. વિજ્ઞાન ઇશ્વરમાં વિશ્વાસ કરતો નથી.
5. જે માણસોને ભગવાનમાં શ્રધ્ધા છે. તેમને આસ્તિક કહે છે. આ લોકો તર્કવિસંગત માન્યતાઓ પણ રાખે છે. તેઓ જાદુઇ શક્તિમાં પણ માને છે. જયારે બીજી તરફ ઇશ્વરમાં ન માનનારાને નાસ્તિક કહે છે. અને જે લોકો માત્ર તર્ક સંગત દ્રષ્ટિએથી દરેક વસ્તુને જુએ છે.
૬. ધર્મ માણસને આશા આપે છે. જેથી માણસ આશાવાદી બને છે. જયારે વિજ્ઞાન માણસને કયારેય આશા નથી આપતો વિજ્ઞાન માત્ર કારણ અને અસરનાં સંબંધો દર્શાવે છે.
Guest Author
Kalpesh Kalal