મુંબઇ : શેરબજારમાં આજે તેજી રહી હતી. સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. સેંસેક્સ અને નિફ્ટીએ ફરી એકવાર ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ક્રમશઃ ૪૦૦૦૦ અને ૧૨૦૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. જા કે, અંતે ઇન્ડેક્સમાં આ સપાટી જળવાઈ ન હતી. બેંચમાર્ક સેંસેક્સ અંતે ૧૬૬ પોઇન્ટ ઉછળીને ૩૯૯૫૦ની સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સ, ઓએનજીસી, યશ બેંક, વેદાંતા સહિતના શેરમાં જારદાર તેજી જામી હતી. બીએસઈમાં ૩૦ શેર પૈકી સાત શેરમાં મંદી રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૪૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૯૬૬ રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ કારોબારના અંતે ઉછાળા સાથે બંધ રહેતા ઉત્સુકતા રહી હતી. એમએસઈમાં આજે કારોબાર વેળા ૧૧૪૧ શેરમાં તેજી અને ૧૩૯૩ શેરમાં મંદી રહી હતી. ૧૫૩ શેરમાં યથાÂસ્થતિ રહી હતી. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં એકમાત્ર નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંકમાં ૧.૬૯ ટકાનો ઉછાળો રહ્યો હતો.
નિફ્ટી મેટલમાં ૧.૩૨ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૧૮ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૦૪૦ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની ૧૪૬૧૯ રહી હતી. તમામ લિસ્ટેડ ઇન્ડિયાબુલ્સ ગ્રુપ કંપનીના શેરમાં ૧૦ ટકા સુધીનો ઇન્ટ્રા ડે દરમિયાન ઘટાડો રહ્યો હતો. એપ્રિલ મહિના માટેના ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શન ડેટા બુધવારના દિવસે જારી કરાશે. આ ઉપરાંત ભારતના રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બુધવાર અને શુક્રવારના દિવસે ક્રમશઃરીતે જારી કરવામાં આવનાર છે. જેની અસર પણ બજાર પર સીધીરીતે જાવા મળશે. રિટેલ ફુગાવાના આંકડા મે મહિના માટેના બુધવારના દિવસે જારી કરાશે જ્યારે હોલસેલ ફુગાવા માટેના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે.
આરબીઆઈએ તેની છેલ્લી પોલિસી બેઠકમાં રિટેલ ફુગાવાની આગાહી વધારીને ૩-૩.૧ ટકા કરી દીધી હતી. નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો આંકડો વધારી દેવામાં આવ્યો હતો. આરબીઆઈના અંદાજને ધ્યાનમાં લેવામાં આવે તો જા આગામી ફુગાવાના ડેટા સારા રહેશે અને વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો થવા માટે ચિત્ર રજૂ થઇ શકે છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા બુધવારના દિવસે જારી કરાશે. માર્ચ મહિનાના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૦.૧ ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલમાં મંદીના લીધે અસર થઇ હતી. વૈશ્વિક ઘટનાક્રમના દોર વચ્ચે ગઇકાલે સોમવારના દિવસે શેરબજારમાં તેજી જામી હતી. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઉછળીને ૩૯૭૮૫ની સપાટી પર રહ્યો હતો.