સુરત : સુરત પોલીસને મળી એક મોટી સફળતા, જેમાં એક કિરાણા સ્ટોરમાંથી અફીણનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય SOG પોલીસે માહિતીને આધારે આ કાર્યવાહી કરી હતી. જેમાં કદોડરામાં આવેલા ભવાની કિરામા સ્ટોરમાં નશીલા પદાર્થનો જથ્થો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે ભવાની કિરાણા સ્ટોર પર દરોડો પાડ્યો હતો. જેમાં અહીંથી ૫ કિલોગ્રામથી વધુનો અફીણનો જથ્થો મળી આવ્યો હતો.ઝડપથી પૈસા કમાવા માટે ૨૪ વર્ષનો એક વિદ્યાર્થી આ અફીણ વેચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. SOGએ ગટનાસ્થળેથી જ અફીણ વેચતા આ વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. પોલીસે કુલ ૨૬ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં બુધારામ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. બુધારામ અફીણનો જથ્થો પુરો પાડતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more