અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) સાથે જાડાયેલા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા આજે શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓએ આજે પ્રથમ દિવસે અંગ્રેજી ભાષાની પરીક્ષા આપી હતી. ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા પાંચમી માર્ચના દિવસથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતભરમાં પરીક્ષા માટે ૩૦ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૧ સેન્ટરો અમદાવાદમાં રાખવામાં આવ્યા છે. ધોરણ-૧૦માં ૩૦ હજારથી વધુ અને ધોરણ-૧૨માં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપÂસ્થત થનાર છે. ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને લઈને તમામ વિદ્યાર્થી તૈયારી કરી ચુક્યા છે. કોઈપણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે તમામ પગલાં લેવામાં આવી ચુક્યા છે.
સવારે ૧૦ વાગ્યા પહેલા પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી જવા વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના અપાઈ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટરમાં પ્રવેશની મંજુરી આપવામાં આવનાર નથી. વિદ્યાર્થીઓને સ્કુલ યુનિફોર્મમાં તેમના પરીક્ષા સેન્ટરો પર પહોંચવા માટે કહેવાયું છે. સાથે સાથે સ્કુલના આઈડી કાર્ડને પણ સાથે રાખવા માટે કહેવાયું છે. બોર્ડ દ્વારા સવારે ૧૦.૩૦ વાગ્યાથી ૧.૩૦ વાગ્યા વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે. વિદ્યાર્થીઓને સવારે ૧૦ વાગ્યા સુધી તેમના આન્સરબુક મળી રહ્યા છે.
જ્યારે પ્રશ્નપત્ર ૧૦.૧૫ વાગે આપવામાં આવી રહ્યા છે. સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ જે ધોરણ-૧૦ અને ૧૨ના છે તેમને કેટલીક સૂચનાઓ અપાઈ છે. આ પરીક્ષા ચોથી એપ્રિલ સુધી ચાલનાર છે. પરીક્ષા કાર્યક્રમ નક્કી કરતી વેળા બોર્ડે એવી ખાતરી પણ કરી છે કે કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં ન આવે. દરમિયાન, ધોરણ-૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા પણ હવે શરૂ થઈ રહી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા સાતમી માર્ચથી શરૂ થઈ રહી છે. આશરે ૧૮ લાખ જેટલી વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે.