સારા અલી તેમજ કાર્તિક લવ આજકલ -૨માં સાથે ચમકશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : બોલિવુડની ઉભરતી સ્ટાર તરીકે સારા અલી ખાન હવે આગળ વધી રહી છે. કેદારનાથ અને સિમ્બાની સફળતા બાદ તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે હવે કાર્તિક આર્યનની સાથે નવી ફિલ્મ લવ આજ કલ-૨માં કામ કરવા જઇ રહી છે. થોડાક દિવસ પહેલા એવા હેવાલ આવ્યા હતા કે ફિલ્મમાં સારા અને કાર્તિક કામ કરી રહ્યા નથી પરંતુ હવે સેટનો ફોટો વાયરલ થયા બાદ સ્પષ્ટતા થઇ ગઇ છે કે ફિલ્મમાં સારા અને કાર્તિકની જ ભૂમિકા છે. રસપ્રદ બાબત તો એ છે કે ફિલ્મમાં સારા અલી ખાનની પિતાની ભૂમિકામાં તેના રિયલ લાઇફના પિતા સેફ અલી ખાન જ અદા કરનાર છે.

મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તે આ ફિલ્મનો હિસ્સો તરીકે રહ્યો છે. જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં સારા અલી ખાન રેડ કલરના ડ્રેસમાં ખુબ સ્ટાઇલિશ લાગી રહી છે. જ્યારે કાર્તિક આર્યન બ્લેક કલરના કપડામાં નજરે પડી રહ્યો છે. બંનેના બેકગ્રાઉન્ડમાં ધ્યાન આપવામાં આવે તો લાગે છે કે ફિલ્મનો આ સેટ છે. કારણ કે અનેક લોકો ત્યાં રહેલા છે.

થોડાક દિવસ પહેલા પણ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં સારા અને કાર્તિક એકબીજાને કિસ કરતા નજરે પડી રહ્યા હતા. આ સીન પણ આ ફિલ્મના એક હિસ્સા તરીકે હોવાની માહિતી મળી રહી છે. લવ આજ કલના પ્રથમ હિસ્સામાં સેફ અને દિપિકાની મુખ્ય ભૂમિકા હતી. પહેલાની ફિલ્મમાં સેફના પિતાની ભૂમિકા રિશિ કપુર દ્વારા અદા કરવામાં આવી હતી.

Share This Article