સમીક્ષા હાઈલાઈટ્‌સ……

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

  નવીદિલ્હી :ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ત્રીજી  દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  આની સાથે જ રેપોરેટ  ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો છે.  આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૧૫ ટકા થઇ ગયો છે. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સતત ચોથી વખત આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામા આવ્યો છે. રેપો રેટ હજુ સુધી ૫.૭૫ ટકા હતો. જે સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટી પર હતો. આરબીઆઈ પોલિસી સમીક્ષા હાઈલાઈટ્‌સ નીચે મુજબ છે.

  • ધારણા પ્રમાણે જ નાણાંકીય વર્ષની ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કરીને ૫.૪૦ ટકા કરાયો
  • રિવર્સ રેપોરેટ ૦.૩૫ ટકાનો ઘટાડો કરીને ૫.૧૫ ટકા કરાયો
  • સીઆરઆર અથવા તો કેશ રિઝર્વ રેશિયો ચાર ટકાના દરે યથાવત રખાયો
  • સતત ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કરાતા લોન સસ્તી થવાના સંકેત
  • ગવર્નર શÂક્તકાંત દાસના નેતૃત્વમાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં બેઠક થઇ ત્યારે રિઝર્વ બેંકે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી ૬.૨૫ કર્યો હતો. ત્યારબાદથી સતત ચોથી વખત ઘટાડો કરાયો
  • એમપીસી દ્વારા રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો બહુમતિ નિર્ણયથી કરવામાં આવ્યો
  • મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને માર્કેટના નિષ્ણાતો મુજબ જ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો
  • આર્થિક ગતિવિધિને વેગ આપવાના ઇરાદા સાથે રેટમાં ઘટાડો કરાયો
  • ૭ તબક્કાની લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ એનડીએ સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ બીજી બેઠક યોજવામાં આવી
  • બેંકો રેટમાં કાપ મુકવા ઇચ્છુક નથી. કારણ કે, ડિપોઝિટ અને હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ બચત ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી છે
  • આ કેલેન્ડર વર્ષમાં રિઝર્વ બેંકે આજના ઘટાડા પહેલા ૭૫ બેઝિક પોઇન્ટ સુધીનો કુલ ઘટાડો કર્યો છે
  • બેઝિક પોઇન્ટને ટકાના ૧૦૦માં ભાગ તરીકે ગણવામાં આવે છે
  • ઇએમઆઈ તરીકે ગણતરી કરતા હોમ લોન સસ્તી થશે
  • આરબીઆઈએ સામાન્ય લોકોને મોટી ભેંટ આપી
Share This Article