નવી દિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પાંચ ચૂંટણી માટે પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. સત્તાની આ સેમિફાઇનલમાં કોંગ્રેસે ભાજપ ઉપર જીત મેળવી હતી. કોંગ્રેસે મધ્યપ્રદેશ,રાજસ્તાન અને છત્તીસગઢ ભાજપ પાસેથી આંચકી લઇનેઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીએ લાંબા ગાળા બાદ મોટીજીતનો સ્વાદ ચાખ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધીને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશ તથા કર્ણાટકમાં પીછેહઠનો સામનો કોંગ્રેસપાર્ટીને કરવો પડ્યો હતો પરંતુ આખરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને મોટી સફળતા હાથ લાગી હતી.
એકબાજુ રાજસ્થાનમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. બહુમતિ માટે જરૂરી આંકડો કોંગ્રેસ પાર્ટીએ હાંસલ કરી લીધો હતો. બીજી બાજુ મધ્યપ્રદેશમાંમતગણતરીની શરૂઆત થયા બાદથી છેલ્લે સુધી ગળાકાપ સ્પર્ધા રહી હતી. જા કે, આખરે કોંગ્રેસ પાર્ટીએ અહીં પણ બાજી મારી લીધી હતી. સત્તાનાસેમિફાઇનલ સમાન ગણાતી આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી લીધી છે. વડાપ્રધાનનરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજનીતિમાં ઉદય થયા બાદ પ્રથમ વખત એવું બન્યું છેજ્યારે કોંગ્રેસ પાર્ટીએ સીધી લડાઈમાં ભાજપને હાર આપી છે. જા કે, કોંગ્રેસ પાર્ટીને મિઝોરમમાં મોટો ફટકો પડ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટેબહુમતિ હાંસલ કરી લીધી છે. જ્યારે તેલંગાણામાં ટીઆરએસે જારદાર સપાટો બોલાવ્યો છેઅને બે તૃતિયાંશ બહુમતિ હાંસલ કરી લીધી છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ સરકાર રચવાનીકવાયત શરૂ કરી દેવામાં આવી છે.
આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણી પહેલા નવા સમીકરણોઅને ગઠબંધનને આ પરિણામ જન્મ આપશે. પાંચ રાજ્યોમાં આજે પરિણામ જાહેર કરવામાં આવ્યાહતા જે પૈકી ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભાનીચૂંટણીના પરિણામ કોંગ્રેસ પાર્ટીને સંજીવની આપવામાં ભૂમિકા અદા કરશે. ૨૦૧૯નીસામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી હવે વધારે સારી રીતે માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ચંદ્રબાબુ નાયડુ જેવા ક્ષેત્રિય પક્ષોસાથે ગઠબંધન કરીને આગળ વધશે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનાર ભાજપને મોટો ફટકોપડ્યો છે. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેલ્લે સુધી જોરદાર સ્પર્ધા રહીહતી. બીજી બાજુ રાજસ્થાનમાં શરૂઆતમાં તીવ્ર સ્પર્ધા રહ્યા બાદ છેલ્લે કોંગ્રેસે લીડ મેળવી લીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટના નેતૃત્વમાં આ જાડીએ જારદાર દેખાવ કર્યો હતો. મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતે જીતી ગયા હતા પરંતુ તેમની પાર્ટી અને અનેક પ્રધાનોને હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૯ સીટોના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે નાના પક્ષો સાથે મળીને સરકાર બનાવવા માટેસફળતા હાંસલ કરી લીધી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીને બે તૃતિયાંશ બહુમતિમળવાના સંકેત દેખાઈ રહ્યા છે. છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને નિરાશા હાથ લાગી છે.
રમણસિંહની સરકારનું પતન થયું છે. છત્તીસગઢમાંશાસનવિરોધી પરિબળ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો છે અને બેતૃતિયાંશ બહુમતિ હાસલ કરી લીધી છે. મુખ્યમંત્રી રમણસિંહે પાર્ટીની હાર માટેનીનૈતિક જવાબદારી આજે સ્વીકારી લીધી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના શાનદારદેખાવથી અજીત જાગીને પણ મોટો ફટકો પડ્યો છે. તેલંગાણામાં આ વખતે ચંદ્રશેખર રાવહિરો તરીકે સાબિત થયા છે. તેલંગાણામાં વહેલીતકે ચૂંટણી યોજવાનો નિર્ણય કેસીઆરદ્વારા કરવામાં આવ્યો હતો જે બિલકુલ યોગ્ય સાબિત થયો છે. તેમની પાર્ટીએ બેતૃતિયાંશથી પણ વધુ સીટો જીતી લીધી છે. આની સાથે જ કેસીઆરે તેલંગાણામાં સત્તામાંઆવવાના સપના જાનાર કોંગ્રેસ અને ટીડીપી ગઠબંધનના સપના ઉપર પાણી ફેરવી દીધું છે.કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને નજીવી સીટો મળી છે.
ટીઆરએસને વર્ષ ૨૦૧૩માં ૬૩ સીટો મળી હતી. મુખ્યમંત્રી કેસીઆર ગજવેલ સીટ પરથી જીતી ગયા છે. મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીનો સફાયો થયો છે. આની સાથે જ કોંગ્રેસ પાર્ટી એકમાત્ર પૂર્વોત્તર રાજ્ય ધરાવનાર પણ ગુમાવી દેતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. અહીં ૪૦ વિધાનસભા સીટો માટે ૨૯મી નવેમ્બરના દિવસે ૭૫ ટકા મતદાન થયું હતું. રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં મોડા સુધી જારદાર સ્પર્ધા રહી હતી. જા કે, આખરે બંને જગ્યાઓએ કોંગ્રેસ પાર્ટીએ પોતાની Âસ્થતિ મજબૂત બનાવી હતી. તેલંગાણા અને મિઝોરમમાં બિલકુલ સ્પષ્ટ પરિણામો જાહેર થયા છે. એÂક્ઝટ પોલના તારણ મુજબ જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પરિણામ રહ્યા છે પરંતુ છત્તીસગઢના પરિણામ ચોંકાવનારા રહ્યા છે.