શેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ શરૂમાં ૧,૦૦૦ પોઇન્ટ ઘટી ગયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ :  શેરબજાર આજે કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં કત્લેઆમની Âસ્થતી સર્જાઇ ગઇ હતી. કારોબારની શરૂઆત થયાના પાંચ મિનિટના ગાળામાં જ સેંસેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થઇ ગયો હતો. સેંસેક્સ ૬૯૭ પોઇન્ટના ઘટાડાની સાથે ખુલ્યા બાદ તેમાં એકાએક ઘટાડો ૧૦૦૦ પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. જેની અસર એ થઇ હતી કે રોકાણઁકારોએ પાંચ મિનિટના ગાળામાં જ ચાર લાખ રૂપિયા ગુમાવી દીધા હતા. આંકડાથી જાણવા મળે છે કે બીએસઇમાં લિસ્ટેટ કંપનીઓની માર્કેટ મડી ૧૩૪.૩૮ લાખ કરોડ ઘટી ગઇ હતી. બુધવારના દિવસે આ કંપનીઓની માર્કેટ મુડી એક કરોડ ૩૮ લાખ ૩૯ હજાર ૭૫૦ કરોડ રૂપિયાની આસપાસ હતી. શેરબજારમાં ભારે મંદીનુ મોજુ રહ્યુ હતુ. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે શેરબજારમાં આંશિક રિક્વરી થઇ હતી. જા કે બજારની હાલત કફોડી બનેલી છે.

શરૂઆતી કારોબારમાં સેંસેક્સના ૩૧ શેર પૈકી ૩૦માં વેચવાલી જામી હતી. નિફ્ટીના ૫૦ શેર પૈકી ૪૬ શેરમાં વેચવાલી રહી હતી. માત્ર ચાર શેરમાં લેવાલી રહી હતી.શેરબજાર શરૂઆતી કારોબારમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારી દિશાહીન બની ગયા હતા.  શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે જારદાર રિકવરી રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકા ઉછળીને ઉંચી સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૪૬૧ પોઇન્ટ રિકવર થઇને ૩૪૭૬૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૧૦૪૬૦ની સપાટીએ રહ્યો હતો. એશિયન શેરબજારમાં રિબાઉન્ડની Âસ્થતિ રહી હતી.

દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા (આઈઆઈપી)ના આંકડા જે ઓગસ્ટ મહિના માટેના છે તે શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટેના આઈઆઈપીના ડેટા અને સપ્ટેમ્બર મહિના માટેના રિટેલ ફુગાવા (સીપીઆઈ)ના આંકડા શુક્રવારે જારી થશે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૬.૬ ટકાનો રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાવ શાનદાર રહ્યો હતો. કેટલાક નિષ્ણાતો માને છે કે, ઓગસ્ટ મહિનામાં પણ આઈઆઈપીના આંકડા યથાવત રહેશે જ્યારે રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ફુગાવો ૩.૬૯ ટકા રહ્યો હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી છે. અમેરિકા અને ચીન સહિતના દેશોમાં જુદા જુદા આંકડા હાલમાં જારી કરવામાં આવનાર છે. આશ્ચર્યજનક પહેલરૂપે આરબીઆઈએ તે દિવસે વ્યાજદર યથાવત રાખ્યો હતો.  અત્રે નોંધનીય છે કે, શેરબજાર શુક્રવારના દિવસે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો.

શુક્રવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ઘટાડો થવા માટે કેટલાક કારણો જવાબદાર દેખાઇ રહ્યા છે. જેમાં ક્રુડની વધતી જતી કિંમત, ડોલરની સામે રૂપિયામાં ઘટાડો અને અન્ય કારણો જવાબદાર છે. બજારમાં વર્તમાન Âસ્થતીને જાતા હાલ Âસ્થતીમાં કોઇ સુધારો થાય તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે.

 

Share This Article