મુંબઈ : શેરબજારમાં શરૂ થતા નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં કારોબારના અંતે ઘટાડો રહ્યો હતો પરંતુ કેટલાક રોકાણકારો આશાવાદી પણ બનેલા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે આર્જેન્ટીનાના પાટનગરમાં યોજાનારી બેઠક ઉપર તમામની નજર કેન્દ્રિત છે. જી-૨૦ની શિખર બેઠક દરમિયાન આ વાતચીત થનાર છે.
શિખર બેઠક પહેલા જ તેમની વચ્ચે ચાલી રહેલી ટ્રેડવોરનીસ્થિતિને હળવી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ આર્જેન્ટીનાના પાટનગરમાં યોજાનારી બેઠકમાં મંત્રણા દરમિયાન સ્થિતિ વધુ હળવી કરવામાં આવી શકે છે. છેલ્લા સપ્તાહમાં એફ એન્ડ ઓની પૂર્ણાહૂતિ, ટ્રમ્પ-શી જિંગપિંગ વચ્ચે બેઠક સહિતના નવ પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલી તેજી ઉપર આ સપ્તાહ દરમિયાન બ્રેક મુકાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયાના બોર્ડની બેઠકમાં સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણનો અંત આવ્યો હતો પરંતુ બજારને આના લીધે કોઇ નવી દિશા મળી ન હતી. હવે નવા સપ્તાહમાં નવેમ્બર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની ગુરુવારે થનારી પૂર્ણાહૂતિ ઉપર નજર કેન્દ્રીત થઇ છે. દલાલ સ્ટ્રીટમાં હાલ રોકાણકારો વધુ રોકાણ કરવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. અન્ય વૈશ્વિક પરિબળો પણ અસર કરી શકે છે.
બીજી બાજુ સ્થાનિક મોરચે ભારતના જીડીપીના આંકડા પણ બજારની દિશા નક્કી કરી શકે છે. શુક્રવારના દિવસે ભારત બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો પરંતુ બીજી ત્રિમાસિક ગાળામાં આંકડો ૭.૨થી ૭.૯ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ સંસ્થા મૂડીના કહેવા મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ની આસપાસ થઇ શકે છે. ઉંચી તેલ કિંમતો, ડોલર સામે રૂપિયામાં ઘટાડા અને દેશના સ્થાનિક માર્કેટમાં નાણાંકીય મજબૂતીની અસર પણ તેના ઉપર જાવા મળશે. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે. સતત સાતમાં સપ્તાહમાં તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સૌથી નીચી સપાટી જાવા મળી હતી. તેમાં આઠ ટકા સુધીન ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ભારતીય બજારમાં આ પ્રકારની સ્થિતિના લીધે એફપીઆઈ દ્વારા ફરી એકવાર નાણાં ઠાલવવામાં આવી રહ્યા છે. ટેકનિકલ આઉટલુક, ક્રૂડ ઓઇલની કિંમતો, વૈશ્વિક પરિબળો, એફએન્ડઓની પૂર્ણઆહૂતિ, ફેડની બેઠક સહિતના પરિબળોની અસર શેરબજારમાં દેખાશે. સેંસેક્સ છેલ્લા સપ્તાહમાં ૪૭૬ પોઇન્ટ અને નિફ્ટી ૧૫૫ પઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા.