૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનનો સિલસિલો જારી રહ્યો છે. પ્રથમ બે તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. હજુ સુધી કુલ ૧૮૬ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. હવે ૨૩મી એપ્રિલના દિવસ ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે ત્યારે આ વખતે કોણ બાજી મારી જશે તેને લઇને ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. દર વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં શહેરી સીટોની ચાવીરૂપ ભૂમિકા રહેનાર છે. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ ૫૪ સીટ શહેરી વિસ્તારની જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસને છ સીટ મળી હતી. મોટા ભાગના જાણકાર પંડિતો કહે છે કે શહેરી વિસ્તારોમાં હમેંશા ભારતીય જનતા પાર્ટીની સ્થિતી સારી રહી છે.
આ વખતે પણ શહેરી સીટોની ચાવીરૂપ ભૂમિકા રહેનાર છે. વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસને અને વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તામાં ભાજપને લાવવામાં શહરી સીટો ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર છ સીટ મળી હતી. આ વખતે પહેલા કરતા તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીની સીટ વધનાર છે. લોકસભાની ૫૪૩ સીટ પૈકી ૮૯ સીટને શહેરી સીટ તરીકે ગણવામાં આવે છ. છેલ્લી બે લોકસભા ચૂંટણીના ટ્રેન્ડ પર નજર કરવામાં આવે તો શહેરી વિસ્તારના મતદારો મન બદલતા રહે છે. સાથે સાથે શહેરી વિસ્તારની મોટા ભાગની સીટો પર ભારતીય જનતા પાર્ટીને લોકો પસંદ કરે છ. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૪માં કોગ્રેસે ૮૦ સીટો પર અને ભારતીય જનતા પાર્ટીએ ૭૪ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા હતા.
ભારતીય જનતા પાર્ટીને મળેલા શહેરી મત તેને રાષ્ટ્રીય સ્તર પર મળેલા સરેરાશ મત કરતા વધારે હતા. વર્ષ ૨૦૦૯માં ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર ૩૧ ટકા મત મળ્યા હતા. જ્યારે શહેરી વિસ્તારમાં ૩૮ ટકા મત મળ્યા હતા. આવી જ રીતે તેને વર્ષ ૨૦૦૯માં શહેરોમાં ૨૩.૬ ટકા મત મળ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય સ્તર પર ૧૮.૮ ટકા મત મળ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે વર્ષ ૨૦૦૯ની તુલનામાં વર્ષ ૨૦૧૪માં તેના વોટમાં વધારો થયો હતો. આ વખતે તેની સામે શહેરી કિલ્લાને જાળવી રાખવા માટે મોટો પડકાર છે. વર્ષ ૨૦૦૯માં અને વર્ષ ૨૦૧૪માં શહેરી મતદારોવાળી સીટો પૈકી ભાજપ અને કોગ્રેસને ૭૦ ટકા સીટો મળી હતી. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીના ૫૪ સાંસદ શહેર વિસ્તારોમાંથી ચૂંટાઇ આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના માત્ર છ શહેરી ઉમેદવારો જીતી શક્યા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસ પાર્ટીને શહેરી વિસ્તારની ૩૭ સીટો મળી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને ૨૪ સીટો મળી હતી. નવી દિલ્હી પૂર્વની વાત કરવામાં આવે તો આ સીટ પર ક્યારય કોઇ પાર્ટીનુ પ્રભુત્વ રહ્યુ નથી. જુદા જુદા રાજકીય પક્ષોની પાર્ટીના ઉમેદવારો જીતતા રહ્યા છે. ચેન્નાઇ મધ્યની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૪માં આ સીટ અન્નાદ્રમુકે જીતી લીધી હતી.
ચન્નાઇ ઉત્તરમાં વર્ષ ૨૦૧૪માં આ સીટ અન્નાદ્રમુકન મળી હતી. અમદાવાદ પશ્ચિમ સીટની વાત કરવામાં આવે તો આ સીટ વર્ષ ૨૦૦૮માં બની હતી. વર્ષ ૨૦૦૯ બાદથી ભારતીય જનતા પાર્ટીનુ આ સીટ પર પ્રભુત્વ રહ્યુ છે. વર્ષ ૨૦૦૮થી પહેલા માત્ર અમદાવાદ સીટ હતી. જેના પર વર્ષ ૧૯૮૯થી ભારતીય જનતા પાર્ટીની જીત થતી રહી છે. જયપુર સીટની વાત કરવામાં આવે તો ૧૯૮૯થી ૨૦૦૪ સુધી જયપુરમાંથી ભારતીય જનતા પાર્ટીના ગિરધારી લાલ ભાર્ગવ જીતતા રહ્યા છે. ૨૦૦૯માં કોંગ્રેસ પાર્ટી આ સીટ જીતી હતી. જા કે વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ ફરી પ્રભુત્વ આ સીટ પર જમાવ્યુ હતુ. કેટલીક એવી સીટ છે જેના પર ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી કબજા ધરાવે છે જેમાં ઇન્દોર, ગાંધીનગર, સુરત, રાજકોટનો સમાવેશ થાય છે.ભોપાલ સીટની વાત કરવામાં આવે તો વર્ષ ૧૯૮૯ બાદથી આ સીટ ભારતીય જનતા પાર્ટી આઠ વખત જીતી લીધી છે.
લખનૌ વર્ષ ૧૯૯૧ બાદથી ભારતીય જનતા પાર્ટીની સીટ રહી છ. આવી જ રીતે વારાણસીમાં વર્ષ ૧૯૯૧ બાદથી માત્ર ૨૦૦૪માં કોંગ્રેસ પાર્ટીની જીત થઇ હતી. ત્યારબાદ ફરી ભારતીય જનતા પાર્ટી આ સીટ પર જોરદાર પ્રભુત્વ ધરાવે છે.